સુરત, તા.૭
કામરેજ-વાંસદા રોડ પરથી પસાર થતી એક ઓટોરિક્ષામાંથી વગર પાસ પરમીટની બિયરની ૭૨ નંગ બોટલો કિંમત રૂ. ૭૨૦૦ તથા રિક્ષાની કિંમત મળી કુલ્લે ૫૨ હજાર રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી એક બુટલેગરની ધરપકડ કરી હોવાનો બનાવ કામરેજ પોલીસે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી- મોતા ગામના માતા ફળિયામા઼ રહેતા અને ઓટોરિક્ષા ચાલક કરસનભાઈ રાઠોડ ગતરોજ પોતાની ઓટો રિક્ષા નંબર જીજે-૧૯એક્સ-૦૫૩૨મા઼ વગર પાસ પરમીટની ૭૨ નંગ બિયરની બોટલો કિંમત રૂ. ૭૨૦૦ લઈને પસાર થતા હતા ત્યારે વાંસદા-રૂઢી ગામના રસ્તા પર પોલીસે રીક્ષા ચાલકને રોકી તપાસ કરી ૭૨ નંગ બિયરની બોટલો કબજે કરી હતી. પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



