રાજકોટ,તા.૧
પાસ કન્વિનર અલ્પેશ કથિરીયા છેલ્લા કેટલા દિવસોથી જેલમાં બંધ છે. આ અંગે પાસ કન્વિનર અને પાટીદાર અગ્રણી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજનાયુવકો અલ્પેશ કથિરીયાની જેલમુકિત માટે મારી સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં અલ્પેશ કથીરિયા સિવાય અન્ય પાટીદાર યુવકો ઉપર થયેલા કેસોની પણ ચર્ચા થઇ હતી. પાટીદાર યુવકોએ આ કેસમાં તેમની મદદ કરવાની વિનંતી કરી હતી.
પાસના આંદોલનમાં રાજકાણ આવ્યું હોવાના અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યુ હતું કે, હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠો હતો ત્યારે પણ મે કર્યો હતો. ખોડલધામ અને ઉમાધામમાંથી એક કમિટિ બને અને આ કેસોમાં સરકાર પાસે ચર્ચા થાય અને આજે પણ આ વાત થઇ હતી.
પાસના મુખ્ય કન્વિનરોએ મારી પાસે સમય માંગ્યો હતો કારણ કે અલ્પેશ કથીરિયાની જેલ મૂક્તી માટે વાત કરવાની હતી. અનામત આંદોલન અંગે પૂછતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં અનામત આંદોલનનું કોઇ અસ્તિત્વ મને નથી લાગતું. તમે હાર્દિક પટેલની વાત કરો છો તો કેટલાક લોકો ભાજપમાં જોડાયા અને છોડી પણ મુકિયું હતું. જાકે, આ તેમની અંગત વાત છે કે શેમાં જવું સેમાં ન જવું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



