વારાણસી,તા.૨૭
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓ બાબા વિશ્વનાથના સાનિધ્યમાં ગયા હતાં. જ્યાં તેઓએ બાબા વિશ્વનાથ પર અભિષેક અને પૂજા કર્યા હતાં. મોદી દેશના વડાપ્રધાન તરીકે ૩૦ મેના રોજ શપથ લેશે. વારાણસી સીટ પરથી બીજી વખત મળેલી જીત પછી મોદીની આ પહેલી મુલાકાત હતી. લાલપુર સ્થિત વણકર હસ્તકલા સંકુલ ખાતે વડાપ્રધાન મોદીએ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યકરોએ મોદી મોદીના નારા લગાવ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને જીતની કેમેસ્ટ્રી જણાવી હતી. જાતિવાદી રાજનીતિ કરવા બદલ વિપક્ષોને બરાબરના ઝાટકતા તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણી અંકગણિતની નહીં પણ કેમેસ્ટ્રીની હતી. વડાપ્રધાન મોદીએ કાશીમાં કહ્યું કે અહીંના કાર્યકર્તાઓએ મને કહ્યું હતું કે તમે નિશ્ચિંત રહેવા અને જીત બાદ જ આવજા. તેથી હું ૧૯મી તારીખે મતદાનના દિવસે અહીં નહોતો આવ્યો. મને લાગ્યું કાર્યકર્તાઓએ આદેશ આપ્યો છે કદાચ એન્ટ્રી નહીં મળે તેથી આ બાબાના સ્થાનમાં કેદારનાથ બાબાની પાસે ચાલ્યો ગયો.
વડાપ્રધાને કહ્યું હતું કે, ચૂંટણીના પરિણામ એક ગણિય હોય છે, પરંતુ દેશના રાજકીય જાણકારોએ સ્વિકારવું પદશે કે ગણિત કરતા પણ આગળ કેમેસ્ટ્રી હોય છે. દેશમં સમાજ શકિતની કેમેસ્ટ્રી, આદર્શો અને સંકલ્પોની કેમેસ્ટ્રી કોઈ પણ અંક ગણિતને પરાજીત કરી દે છે. તેમને કહ્યું હતું કે, રાજકીય પંડિતોએ પણ વિચારવું પડશે કે પરસેપ્શન ક્રિએટ કરવાના પ્રયાસોને પણ પારદર્શિતા અને પરિશ્રમથી હરાવી શકાય છે. અમારા માટે પણ પારદર્શિતા અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણને લાગે છે કે, સરકાર અને સંગઠનો વચ્ચે તાલમેલ હોવો મોટી વાત છે. ભાજપે તેને સફળતાપૂર્વક સાકાર કરી બતાવ્યું છે. સરકાર નીતિ બનાવે છે અને સંગઠનની રણનીતિ બનાવે છે. નીતિ અને રણનીતિનીનો તાલમેલ સરકાર અને સંગઠનનો તાલમેલનું પ્રતિબિંબ હોય છે.
ચૂંટણી લડવાનું કામ તો દરેક ઘરના નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે. આ આખા ચૂંટણીએ અભિયાનને તમે ખુબ જ સારી રીતે ચલાવ્યું. આ પ્રકારની જ્યારે ચૂંટણી યોજાય છે ત્યારે લાગે છે કે હવે તો ચૂંટણી જીતીશું જ. હું એ કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું જેમણે
આભાર – નિહારીકા રવિયા આ ચૂંટણીને જય-પરાજયથી નથી તોળી પણ તેને લોક શિક્ષાનું પર્વ માન્યુ.
વડાપ્રધાને પંડિત દીનદયાળ સંકૂલમાં કહ્યું હતું કે, હું રાજકીય પંડિતોને કહેવા માંગુ છું કે અમારામાં પણ ખામીઓ હશે, પરંતુ અમારા ઈરાદાઓ ઈમાનદાર છે. આ પ્રકારની વિચારધારા ધરાવનારાઓને હું પૂનર્વિચાર કરવાનું નિવેદન કરૂ છું. રાજકીય પંડિત અમને હજુ પણ હિન્દી બેલ્ટની પાર્ટી તરીકે જુએ છે. નોર્થ ઈસ્ટમાં અમે સરકાર ચલાવી રહ્યા છીએ. કર્ણાટકમાં અમે સૌથો મોટી પાર્ટી છીએ. લદાખથી અમારા સાંસદ ચૂંટાઈને આવે છે અને રાજકીય પંડિતો માટે અમે હિન્દી બેલ્ટની પાર્ટી છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



