સાવધાન…૬ લોકોની હત્યા કરનાર સિરીયલ કિલર પેરોલ જમ્પ કરી ફરાર

0
16

રાજકોટ,તા.૭
રાજકોટ શહેરમાં રાજકોટમાં ૪ હત્યા અને સુરેન્દ્રનગરમાં ૨ હત્યા તેમ કુલ મળી ૬-૬ હત્યાની ઘટનાને અંજામ આપનાર અને રાજકોટની જેલમાં સજા ભોગવી રહેલ સિરિયલ કિલર નિલય પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો છે. જા આરોપી નિલયને વહેલી તકે પકડી પાડવામાં નહીં આવે તો હજુ પણ કોઇ નિર્દોષ વ્યક્તિનો જીવ જય શકે છે માટે રાજ્યભરની પોલીસે તેને શોધવા માટે દોડધામ શરૂ કરી દીધી છે.
માત્ર ૫૦૦ થી ૭૦૦ રૂપિયાની રકમ માટે નિર્દોષનું ગળુ કાપી હત્યા કરી દેનાર સિરિયલ કિલર આરોપીને પોલીસે ૨ વર્ષની ભારે જહેમત બાદ પકડ્યો હતો. તાજેતરમાં અમદાવાદ જિલ્લામાં થયેલી હત્યામાં નિલયની સંડોવણી હોવાની પોલીસને શંકા છે. નિલયે માત્ર ૨૦૦-૫૦૦ રૂપિયા માટે એક, બે નહીં છ નિર્દોષ વ્યક્તિની નિર્દયતાથી ગળુ કાપીને હત્યા કરી હતી. સિરીયલ કિલર સામે ૬ હત્યા સહિત ૨૮ ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.
ઉલ્લેખનીય છે કગે, નિલય આંખના પલકારામાં નિર્દોષ લોકોનું ગળું કાપી નાખી ક્રૃર હત્યા કરવામાં માહેર છે. નિલય મહેતા હંમેશા હાથમાં બ્લેડ રાખે છે. નિલયે ૧૯ માર્ચ ૨૦૧૩માં રાજકોટના રૈયા રોડ પર વિમલેશ કુમારીના ઘરે પાણી પીવાના બહાને પ્રેમિકા સાથે મળી લૂંટ અને ક્રૃર હત્યા કરી હતી. જાકે, હત્યાનાં ત્રણ વર્ષ બાદ રાજકોટ પોલીસે નિલયને મહારાષ્ટ્રથી પકડ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY