રાજકોટ,તા.૨૦
પડધરી ગામે સોમવારી બજારમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ બાળકીને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ જિલ્લા પોલીસ વડાએ બાળકીનો ફોટો અને પોલીસનો ફોન નંબર જાહેર કરીને આ બાળકીની શોધખોળમાં સાથ-સહકાર આપવાની અપીલ પણ કરી છે.
પડધરી નજીકના ન્યારા ગામની સીમમાં રહેતા પોપટભાઈ ડામોર પોતાની ૨ વર્ષની દીકરી રમીલા સાથે પડધરીની સોમવારી બજારમાં ખરીદી કરવા આવ્યા હતા. તેઓ ખરીદી કરી રહ્યા હતા અને બાળકી બાજુમાં ઉભી હતી. દરમિયાન અજાણ્યો શખ્સ બાળકીને ઉઠાવીને રફુચક્કર થઈ ગયો હતો. બનાવ અંગે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા પડધરી પોલીસ મથક નંબર ૦૨૮૨૦ ૨૩૩૧૯૩, મો. ૯૨૬૫૦૧૭૪૪૧ તેમજ પીએસઆઈ જે.વી. વાઢીયાના મો. ૯૬૦૧૯૦૭૦૬૭ તેમજ બાળકીનો ફોટો જાહેર કરી આરોપીને શોધવામાં લોકોને મદદરૂપ થવા અનુરોધ કરાયો છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ બાળકીની શોધખોળમાં જાડાયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



