ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮
પીએમનું સપનું થશે સાકાર,’હવાઈ’ ચંપલ પહેરાનારા પણ કરશે હવાઈ સફર
વૈજ્ઞાનિકોએ ફરી એકવખત દેશના પહેલાં પેસેન્જર્સ અને ટ્રાંસપોર્ટ વિમાન સારસ પર કામ શરૂ કર્યું છે. માત્ર ૧૯ જ સીટવાળું વજનમાં હલકું એવું આ વિમાન પીએમ મોદીના તે સપનાંને પુરાં કરશે જેમાં તેઓએ હવાઈ ચંપલ પહેરનારાઓ પણ હવાઈ યાત્રા કરી શકશે તેવી વાત કરી હતી. સારસ દેશમાં બનેલું પ્રથમ યાત્રી વિમાન છે, જેને નેશનલ એરોસ્પેસ લેબોરેટરિઝ બેંગાલૂરુએ ડિઝાઈન કર્યું છે. હાલ એરફોર્સના પાયલોટ સારસનું ટેસ્ટંગ કરી રહ્યાં છે. છેલ્લાં ૧૮ વર્ષથી બની રહેલાં આ વિમાનને વર્ષ ૨૦૦૯માં એક મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એક દૂર્ઘટનામાં આ વિમાનના બે પાયલોટોએ પોતાના જીવ ગુમાવી દીધાં હતા.
આ પ્રોજેક્ટ બીજી વખત ૨૦૧૬માં શરૂ કરાયો હતો. અને ૭૦૦૦ કિલોગ્રામનું આ પ્લેન આ વર્ષે અનેક ટેસ્ટ ઉડ્ડયનમાં સફળ રહ્યું. ૨૦૨૨માં આ વિમાનનું ઉત્પાદન શરૂ કરવા માટે લગભગ એક હજાર કરોડનો ખર્ચ થશે. તેમ છતાં પણ હાલ થઈ રહેલાં ખર્ચાઓની તુલનાએ તે સસ્તું સાબિત થશે.
ભારતને ૧૯ સીટવાળા એક વિમાનની જરૂરિયાત છે. જે કોઈપણ ઈમ્પોર્ટ કરેલાં વિમાનની તુલનાએ ૩૦ ટકા સસ્તું હોય. અને તેની તુલનાએ ૨૦ ટકા સારૂ પરિણામ આપે. ભારતીય વાયુસેનાએ પહેલાં જ ૧૫ સારસની ખરીદીના ઓર્ડર આપી દીધાં છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"