કાળઝાળ ગરમી… ભાજપા ધારાસભ્ય રૈયાણીને લૂ લાગતા હોસ્પિટલ ખસેડાયા

0
6

રાજકોટ,તા.૩
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. રાજકોટમાં રવિવારે ૪૪ ડિગ્રી ઉપર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધું તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૫ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ત્યારે રાજકોટમાં ૪૪ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે. અસહ્ય ગરમીની અસર રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
રાજકોટ પૂર્વના ધારાસભ્યખ અરવિંદભાઈ રૈયાણીને ગરમીની અસર થતાં સારવાર અર્થે સિનર્જી મલ્ટી્‌ સ્પેશ્યારલિટી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજકોટ પૂર્વ વિસ્તાગરના ધારાસભ્યત અરવિંદભાઈ રૈયાણીને તાવ, પેટનો દુઃખાવો અને શરીરમાં કળતર સહિતની ફરીયાદને પગલે તુરંત સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જા કે ટૂંકી સારવાર બાદ તેને રજા અપાયું જાણવા મળી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY