દેશી દારૂના અડ્ડા પર બીજી વખત રેડ, હજારો લિટર મટીરીયલનો નાશ

0
11

રાજકોટ,તા.૭
રાજકોટ શહેરમાં દેશી દારૂના અડ્ડા તરીકે પ્રખ્યાત કુબલિયાપરમાં અઠવાડિયામાં પોલીસની બીજ વખત રેડ પડી હતી. ભક્તિનગર પોલીસ ટીમ દ્વારા વહેલી સવારથી જ દેશી દારૂના અડ્ડા પર મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. રેડ પડતા જ દેશી દારૂ બનાવનારાઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ પોલીસે ભઠ્ઠી પર રેડ પાડી હજારો લીટર દેશી દારૂના મટિરીયલનો નાશ કર્યો હતો. પોલીસ દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી રહી છે ત્યારે મોટા બૂટલેગરોને ક્્યારે ઝડપશે તેવો સવાલ લોકો કરી રહ્યા છે.
ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામેથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષકની પ્રોહીબિશન ડ્રાઈવના અનુસંધાને અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ચલાવતા બે ઈસમો ધર્મેશ કેશુભાઇ સોમૈયા અને માધાભાઇ પમાભાઇ સોમૈયાને ઝડપી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યા હતા. બંને પાસેથી ૭૦૦ લીટર દેશી દારૂના આથાનો નાશ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY