ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીએ ચેલૈયાધામની મુલાકાત લીધી

0
17

નવાગામનાં પાદરે શેઠશગાળા અને ચંગાવતી રાણીનાં અતિથ્યભાવને ઉજાગર કરતા ચેલૈયાધામ ખાતે તુલશીવિવાહનું આયોજન

જૂનાગઢ : ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી જુનાગઢ જિલ્લાનાં પ્રવાસે પધાર્યા ત્યારે જૂનાગઢના પાદરનાં ગામ એવા નવાગામ બિલખા ખાતે દેવદિવાળીનાં નવલાપર્વે ચેલૈયાધામ ખાતે ભગવાન નારાયણનાં દર્શન કરી શેઠ શગાળશા અને રાણી ચંગાવતીનાં તપોભુમિમાં ચાલતા સદાવ્રતની મુલાકાત લીધી હતી. આ તકે જગ્યાનાં મહંત રામરૂપ દાસજીએ મંત્રીને ચેલૈયાધામની ઐતિહાસીક બાબતોની જાણકારી આપી યાત્રીકો માટે દિવસભર ચાલતા અન્નક્ષેત્રની વિગતો આપતા જણાવ્યુ હતુ કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવી કાઠીયાવાઠી કહેવતને સોરઠી પરગણે સાર્થક કરતી ચેલૈયાધામની જાણકારી આપી હતી. મંત્રી કાનાણી શેઠશગાળશાની પાવન તપોભુમિના દર્શન કરી ધન્યાતા અનુભવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગરવા ગીરનારની ગોદમાં વસેલુ બિલખા-નવાગામ,અહીં વર્ષો અગાઉ સોરઠી હોંકારો ભણે એવા વણીક પરીવારની આતિથ્ય ભાવનાની પરાકાષ્ટાભરી ઇશ્વરે કસોટી કરી સોરઠધરાની પરોણાગત પરંપરાને જીવંત બનાવી દીધી હતી. એ જ વાતનો વારસો આપણે આજેય સાચવીને કાઠીયાવાડી ઓળખ પ્રસ્થાપીત કરી રહ્યા છે. બીલખા ગામ નાનકડુ અહી સર્વ સમાજના લોકો હળીમળીને ભાઇચારાની ભાવના સાથે હેતપ્રિતથી વસવાટ કરેછે. નવાગામના પાદરમાં ભકત ચેલૈયાધામ અને અહીં શેઠ શગાળશા અને રાણી ચંગાવતીની અનેરી પ્રભુભકિતની વાત ઉજાગર થતી આજે જોવા મળે છે. ભકત ચેલૈયાધામના મહંત રામરૂપદાસજીની પાવન નિશ્રામાં દેવદિવાળીનાં મહાપર્વે તુલશીવિવાહનું આયોજન કરવામાં આવ્યુ છે. તુલશીવિવાહ સંગાથે સંતઆશિષ અને સંતવાણી કાર્યક્રમમાં મોટાગજાના કલાકારો તેમના કંઠોની કોકીલવાણીથી સાહિત્ય રસની રસલ્હાણી પીરસશે. તુલશીવિવાહની સુંદર વ્યવસ્થાઓ મહંત રામરૂપદાજીના માર્ગદર્શન તળે સેવકગણે સુંદર રીતે આયોજીત કરી હોય આ વ્યવસ્થાઓ મંત્રીએ નિહાળી સંસ્કૃતિની રખેવાળી કરતી જગ્યાની ધર્મોત્સવ ઉજવણીમાં સહયોગી સૈા કાર્યકરોને શૂભકામના પાઠવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY