રાજકોટ,તા.૭
રાજકોટ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તે માટે રાજકોટ મહાનગરપાલિકા જુદાં જુદાં પગલા લઇ રહી છે. આ પ્રયાસનાં ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારની અર્બન ટ્રાન્સપોર્ટ પોલીસીને ધ્યાને લઇ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે અને ગ્રીન મોબિલીટીને પ્રમોટ કરવાના આશયથી આગામી સમયમાં સિટી બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવા માટે કુલ ૫૦ (પચાસ) મીડી બસ ગ્રોસ કોસ્ટ મોડલથી કાર્યરત કરવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે.
ટેન્ડરની શરતો અનુસાર ટેકનીલકલી ક્વાલિફાઇ થતી તમામ એજન્સીઓએ પોતાની ઈ-બસની બે દિવસ માટે રાજકોટ ખાતે પ્રૂફ ઓફ કન્સેપ્ટ આપવાનું નિયત કરવામાં આવેલું છે. આગામી ૧૧ તથા ૧૨ જુન ૨૦૧૯ના રોજ સવારે ૦૭ઃ૦૦ થી રાત્રીના ૦૯ઃ૦૦ કલાક સુધી આ ટ્રાયલ લેવાનું યોજન કર્યું છે.
આ માટે જેબીએમ ઓટો તથા એવરી ટ્રાન્સ બન્ને કંપનીની એક એક બસ આવશે. જે પૈકી એક બસ બી.આર.ટી.એસ. રૂટ પર તથા એક બસ સિટીમાં ચલાવવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



