રાજકોટ : શાપર-વેરાવળ પોલીસ મથકમાં છેલ્લા એકાદ વર્ષથી ફરજ બજાવતા આર્મ પોલીસના એએસઆઇ બકુલભાઇ માધવજીભાઇ વાવેચા ઉપર ગુરૂવારે રાત્રીના હુમલો કરીને નાસી છુટેલા ત્રણ શખ્સો હરેશ બગડા, ગૌરાંગ જોશી અને ગૌતમ રાઠોડને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. એએસઆઇ ઉપર ખૂની હુમલો કરીને એમની સર્વિસ રિવોલ્વર લૂંટી લેવાયાનો બનાવ પ્રકાશમાં આવતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને એસઓજી તથા ક્રાઇમ બ્રાંચનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકીદે નાકાબંધીના આદેશ કરવામાં આવતા ત્રણ લૂંટારૂઓને પકડી પાડવામાં સફળતા સાંપડી છે. એએસઆઇ બકુલભાઇ વાવેચા સાથે જીઆરડીના બે જવાનો પણ હતા. પરંતુ વાહન ચેકીંગ દરમિયાન બકુલભાઇ ઉપર હુમલો થતાં જીઆરડીના બંને જવાનો નાસી ગયા હતા.
પોલીસ દ્વારા ત્રણેય લૂંટારૂઓ પાસેથી એએસઆઇ બકુલભાઇની સર્વિસ રિવોલ્વર કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
એજાજ બોઘાણી
9825247739
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




