રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ગોંડલ શહેરમાં રાજાશાહિના નવલખી પેલેસમાં થયેલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવા અંગે સુચના આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવા તથા પો.સબ ઇન્સ. એચ.એ.જાડેજા તથા એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા નાઓને મળેલ હકિકત આધારે ચાર ઇસમોને ચોરીમાં ગયેલ મુદામાલ વેરાવળ વેચવા જતા હોય તે દરમ્યાન ગોંડલ તાલુકાના નેશનલ હાઇવે રોડ, ગોમટા ચોકડી પાસેથી પકડી પાડી વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

આ ગુના માં અટક કરેલ આરોપીઓ પૈકી (૧) જીુભાઇ જશુભાઇ ધ્રાંગધરીયા જાતે- દેવીપુજક ઉ.વ.૩૪ ધંધો-ખેતી તથા માલઢોરનો રહે- વાદીપરા ચોકડી, ફોરેસ્ટ ઓફિસ ની બાજુમાં, હળવદ રોડ, ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર (૨) અનીલ નટુભાઇ તાજપરીયા જાતે- દેવીપુજક ઉ.વ. ૩૨ ધંધો- મજુરી રહે- ધ્રાંગધ્રા, ધોળી ધાર, રેલ્વે કોલોનીની બાજુમાં જી. સુરેન્દ્રનગર (૩) સંજયભાઇ જગાભાઇ પંચાળા જાતે- દેવીપુજક ઉ.વ. ૨૬ ધંધો- ખેત મજુરી રહે- કરણોતર ગામ, સડલા રોડ તા. બાવળા જી. અમદાવાદ (૪) નરેન્દ્રભાઇ ગોરધનભાઇ પરમાર જાતે- દેવીપુજક ઉ.વ. ૩૩ ધંધો- ડ્રાઇવીંગ રહે- સુરત, કામરેજ ચાર રસ્તા જી. સુરત જયારે અટક કરવાનો બાકી આરોપી- (૧) દિનેશ બાબુભાઇ સોલંકી રહે- વેરાવળ જી. ગીર સોમનાથ હજુ પોલીસ પકડ થી દૂર છે જયારે આ ગુનામાં
કબજે કરેલ મુદામાલ-
➢ ત્રણ ચાંદીની ઇંટો જેનો વજન ૨૯ કિલોગ્રામ કિ. રૂપીયા – ૧૦,૧૫,૦૦૦/-
➢ એક પીળી ધાતુ ઇંટ જેનો વજન કિ.ગ્રામ- કિ.રૂ.૧,૦૦૦/-
➢ પંચ ધાતુથી બનેલ માતાજીનું ચીત્ર કિ.રૂ. ૭,૦૦૦/-
➢ એક તલવાર કિ.રૂ. ૨,૦૦૦/-
➢ એક જુનવાણી કુંડું કિ.રૂ.૧,૦૦૦/-
➢ એક એવોર્ડ તથા મગરના મોઢાવાળું પેપર વેઇટ તથા એક તુટેલ ઘુવડ કિ.રૂ. ૨,૦૦૦/-
➢ છ મોબાઇલ ફોન કિ.રૂ. ૬,૫૦૦/-મળી કુલ મુદામાલ કિ. રૂ. ૧૦,૩૪,૫૦૦/- કબ્જે કરેલ છે.
આ કામના આરોપીઓ ગુજરાત રાજયમાં આવેલ રાજવીઓના પેલેસમાં પેલેસ જોવાના બહાના હેઠળ રેકી કરી, એન્ટીક કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરવાની વૃતિ ધરાવે છે.
એજાજ બોઘાણી
જેતપુર
9825247739
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




