સાથી કારીગરે નીચે ફેંકી દેતા પરપ્રાંતિય કારીગરનું મોત
સુરત, તા. ૮
ખટોદરા સોસિયો સકલ પાસે નવજીવન ઈન્ડસ્ટ્રીયલના ખાતા નં. ૬૦ના ત્રીજા માળેથી કારીગરને નીચે ફેîકી હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈએ ખટોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા. ૨૫/૪/૨૦૧૯ની નવજીવન ઈન્ડસ્ટ્રીઝના ખાતા નં. ૬૦ની પાછળ કચરા ગલીમાંથી કારીગર એનારામની લાશ મળી આવી હતી. આ ઘટના સંદર્ભે મૃતક ચેન્નારામની ભાઈ માંગીલાલ વરંદા મેઘવાલ (રહે. અંજની ઈન્ડસ્ટ્રીઝ, અમરોલી)નાએ આરોપી મન્નારામ ઉર્ફે મનોજ તખ્તારામ મેઘવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ગમ્ય કારણોસર મૃતક ચેન્નારામને ખાતા નં. ૬૦ના ત્રીજા માળેથી નીચે ફેંકી દઈ હત્યા કરી હતી. જે મામલે મૃતક ચેન્નારામના ભાઈ માંગીલાલ વરંદા મેઘવાલએ ખટોદરા પોલીસે હત્યાનો ગુનો દર્જ કરી પો.ઈ. એમ.બી. ખીલેરીએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



