રાજકોટમાં કોંગ્રેસનાં કોર્પોરેટરને કમિશ્નરે ગેરલાયક ઠેરવતા હાઇકોર્ટમાં અરજી

0
33

રાજકોટ,તા.૯
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સતત ત્રણ માસ દરમ્યાન કોર્પોરેશનની જનરલ બોર્ડ મિટીંગમાં ગેરહાજર રહેતા તેઓ સભાસદ તરીકે ચાલુ રહેવા અસમર્થ હોવાથી વોર્ડ નં.૧૮ ની આ “સામાન્ય સ્ત્રી અનામત” કક્ષાની બેઠક ખાલી પડતી હોવા અંગે મ્યુનિસિપલ સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને જાણ કરતા આ અંગે ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશના કમિશ્રરના આ નિર્ણય સામે કોંગ્રેસનાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે અને ચુંટણી પંચને તેમની ખાલી પડેલી બેઠક પર પેટા ચુંટણી પર રોક લગાવવા માટે માંગણી કરી છે.
આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અને રાજ્ય સરકારને નોટિસો ઇશ્યુ કરી હતી. રાજ્ય સરકારે કોર્ટને કહ્યું કે, ધર્મિષ્ઠાબા જાડેજાની ખાલી પડેલી બેઠક પણ ચુંટણી યોજશે નહીં. આ કેસની હવે પછીની સુનાવણી ૧૦ સપ્ટેમ્બરનાં રોજ રાખવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY