રાજકોટ,તા.૩૧
રાજકોટ કાંગ્રેસમાં ભૂકંપનાં એંધાણ છે. નારાજ કાર્યકરોએ ગુપ્ત બેઠક બોલાવી છે. રાજકોટ જીલ્લા કાંગ્રેસ સમિતિમાં મોટાપાયે ભંગાણ પડવાની શકીયતા છે. જીલ્લા કાંગ્રેસ સમિતિનાં આગેવાનો રાજીનામા આપી શકે છે. પ્રમુખ હિતેશભાઈ વોરાથી નારાજ કાર્યકરોની મીટિંગ સરધારમાં મળી છે. ફરિયાદ સેલનાં ચેરમેન ધમૈશ ઢાકેચાનાં નિવાસસ્થાને સરધાર ખાતે આ બેઠક મળી છે, જેમાં પ્રમુખ હિતેશભાઈ વોરાથી નારાજ કાર્યકરો મીટિંગમાં જાડાયા છે.
હિતેશ વોરા પર આરોપ છે કે તેઓ કાંગ્રેસને તોડવાનું કામ કરે છે, જેના કારણે રાજકોટ ગ્રામ્ય તાલુકા કાંગ્રેસ સમિતિનાં આગેવાનોનું કોઈ કામ કરતા નથી કે તે સાંભળવામાં આવતા નથી. નારાજ કાર્યકરોનું કહેવું છે કે હિતેશ વોરાની નજીકનાં શૈલેષ કપુરીયાને જીલ્લા કાંગ્રેસ સમિતિનાં ઉપ પ્રમુખ બનાવ્યા, જ્યારે રાજકોટ તાલુકા કાંગ્રેસ સમિતિનાં આગેવાનોને કોઈ સાંભળતુ નથી. નારાજ કાર્યકરોની સરધારમાં ધર્મેશ ઢાકેટાના નિવાસસ્થાને બેઠક મળી હતી. જેમાં ધર્મેશ ઢાકેચાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હિતેશ વોરા ગ્રામ્ય તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનોનું કોઇ કામ કરતા નથી કે સાંભળતા આવતા નથી. હિતેશભાઇના નજીકના ગણાતા શૈલેષ કપુરીયાને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બનાવ્યા છે.
રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોનું કોઇ સાંભળતું નથી. રજૂઆત કરીએ તો કહે છે કે આમ જ ચાલશે. જેથી રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજી હતી. જેમાં કાર્યકરોએ રાજીનામું આપીશું તેવું એલાન કર્યું હતું. આથી આવનારા દિવસોમાં કોંગ્રેસમાં ભૂકંપ આવે તો નવાઇ નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



