સાવધાન..!! પશુઓના ટેગિંગ અને રજિસ્ટ્રેશન નહીં કરનાર સામે કાર્યવાહી થશે

0
6

વડોદરા,તા.૧૦
રાજ્યના અનેક મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા તંત્ર સામે માથાના દુખાવા સમાન બની છે. ત્યારે જાહેર રસ્તા પર અનેકવાર અકસ્માતો પણ સર્જાય છે. જેને કારણે ઢોરના ટેગિંગ અને રજિસ્ટ્રેશન નહીં કરાવે તો પશુપાલકોને ટ્રેસ પાસ એકટ હેઠળ કાર્યવાહી કરાશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોરોનો પ્રશ્ન હલ કરવાના ભાગરુપે ઢોરનું ટેંગિંગ અને રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવા પશુપાલકોને સૂચના આપવામાં આવી છે. જો રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો જીપીએમસી એક્ટ – ૧૯૪૯ તથા કેટલ ટ્રેક પાસ એક્ટ ૧૮૭૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત કોર્પોરેશને ઢોરવાડા અને તબેલા હટાવવાની ઝુંબેશ પણ શરુ કરી છે. તાજેતરમાં જ શહેરના ફતેગંજ વિસ્તારમાંથી દબાણો હટાવ્યા હતા. કોર્પોરેશનના સર્વેમાં અંદાજે ૫ હજારથી વધુ રખડતા ઢોર હોવાનું સામે આવ્યું છે. તેથી આ તમામ ઢોરનું ટેગિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાંથી અંદાજે ૩ હજારથી વધુ રખડતા ઢોરનું ટેગિંગ થઇ ચૂક્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY