રાજકોટ,તા.૧૦
રાજકોટના જંગલેશ્વરમાં એનસીબી (નાર્કોટીક્સ બ્યુરો)ની ટીમે એસઓજી અને ભક્તનગર પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જેમાં ચાર શખ્સો ૮૧, ૪૩, ૨૦૦ની કિંમતના ૮ કિલો ૧૩૨ ગ્રામ ચરસ-ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. પોલીસે ચરસ-ગાંજાનો જથ્થો અને ચાર શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પકડાયેલા ગાંજાના જથ્થાને લઇને ખુલ્યું છે કે, ગાંજાનો ઉપયોગ મોટા પ્રમાણમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ કરે છે.
શહેરના જંગલેશ્વરમાં કેટલાક શખ્સો પાસે ચરસ-ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળતા એનસીબી ટીમે એસઓજી અનો ભક્તનગર પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જેમાં આ વિસ્તારમાં ૧૩/૧૯ના ખૂણે રહેતા મહેબૂબ ઓસમાણભાઇ ઠેબાના ઘરમાં ત્રાટકી તપાસ કરતા ચરસ-ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. મહેબુબની સાથે તેના ઘરમાં ઇલ્યાસ હારૂનભાઇ સોરા, જાવેદ ગુલમહમદભાઇ દલ અને રફિક ઉર્ફે મેમણ હબીબભાઇ લોયા પણ હાજર હોય મહેબૂબ સહિત આ ત્રણેયની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પંચોની હાજરીમાં કાર્યવાહી કર્યા બાદ ચારેય સામે એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.
પોલીસે મહેબૂબના ઘરમાંથી ચરસ ગાંજાના જથ્થો તેમજ તેને જાખવા માટેના વજનીયા, વજનકાંટો, પ્લાસ્ટીકની કોથળીઓ, રેકઝીનના બે થેલા તેમજ ત્રણ મોબાઇલ ફોન પણ કબ્જે લીધા છે. આ શખ્સો ચરસ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા? ક્યાં ક્યાં સપ્લાય કરતાં હતાં? તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





