હળવદ ધાગ્રાધાંના ધારાસભ્ય પરસોતમ સાબરીયા હાલ જેલમાં બંધ
મોરબી જીલ્લામાં ચકચારી સિંચાઈ કોભાંડમાં ઝડપાયેલ હળવદના ધારાસભ્ય સહિતના આરોપીઓ જેલમાં બંધ છે જેમાં તાજેતરમાં મંડળી આગેવાન દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી હાઈકોર્ટે સ્વીકારી આરોપીના જામીન મંજુર કર્યા હતા તો જેલમાં બંધ હળવદના ધારાસભ્યએ આજે કોર્ટમાં જામીન અરજી કરી હતી જોકે મોરબી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે
હળવદ સિંચાઈ કોભાંડમાં આરોપી નિવૃત કાર્યપાલક ઇજનેર સી.ડી.કાનાણી, રાજકોટના રહેવાસી ચૈતન્ય જયંતિલાલ પંડયા, વેગડવાવ મજુર સહકારી મંડળીના ભરતભાઇ રાઠોડ અને ગણપતભાઈ રાઠોડ, હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને મળતિયા વકીલ ભરત ગણેશીયા સહિતના આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને આરોપીઓ જેલમાં બંધ હોય જેમાં સહકારી મંડળીના આગેવાન ગણપતભાઈ રાઠોડે હાઈકોર્ટમાં કરેલી અરજીને પગલે તેના જામીન મંજુર થતા તેનો થોડા દિવસ પહેલા જામીન પર છુટકારો થયો હતો તો આજે હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ જામીન અરજી કરી હતી જોકે મોરબી કોર્ટે આરોપી ધારાસભ્યની જામીન અરજી ફગાવી દીધી છે અને ધારાસભ્યને જેલમાં જ રહેવું પડશે તો અગાઉ પણ ધારાસભ્ય દ્વારા જામીન અરજી કરવામાં આવી છે જેને કોર્ટે મંજુર કરી નથી
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




