ભરૂચ બી ડિવિઝન પોલીસે પાંચ વાહનો સહિત એક વાહન ચોરને ઝડપી પડયો

0
175

ભરૂચ:

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસ અધિક્ષક સંદીપસિંગ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં મિલકત અને વાહન ચોરીઓના વધી રહેલ બનાવોને ડામવા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર.ગામીત ડીસ્ટાફના પી.એસ.આઈ જે.વાય.પઠાણ સ્ટાફના માણસો સાથે જંબુસર બાય પાસ ચોકડી પર વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન સ્પ્લેન્ડર ગાડી નંબર જીજે-૦૪-એબી-૪૪૬૭ના વાહન ચાલકને રોકી ગાડીના કાગળો માંગતા તેણે ગલ્લા તલ્લા કરી સંતોષ કારક જવાબ ન આપાતાં પોલીસ દ્રારા તેની સઘન પૂછપરછ કરાતા તેણે તેનું નામ અફઝલ અકબર ટોપીવાલા,ઉમર ૨૪ રહેવાસી રોશન પાર્કનું હોવાનું જણાવ્યું હતું અને તેણે આ બાઈક ચોરીની હોવાનું કબુલ્યું હતું.ત્યાર બાદ પોલીસે વાહન ચોરી અંગે તેની વધુ પૂછ પરછ કરતા તેણે બીજી અન્ય ચાર બાઈકો ની પણ ચોરી કરી છે જેમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ની હદમાંથી ત્રણ બાઈકો અને અંકલેશ્વર શહેર માંથી એક બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.અને તે બધા વાહનો જંબુસર બાયપાસ પર નવા અડી ને પાર્ક કરી મૂકી દીધા છે.પોલીસે બધા વાહનો કબ્જે કરી વાહન ચોરીમાં પકડેલા અફઝલ પર પોલીસે વાહન ચોરીનો ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી ચલાવી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY