બારામુરા,તા.૨૩
પશ્ચિમી ત્રિપુરા જિલ્લાના બારામુરા પહાડી વિસ્તારમાં સોમવાર રાત્રે એક બસ અકસ્માતમાં ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સની આઠમી બટાલિયનનાં લગભગ ૨૯ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જવાનોની ટીમ ધલાઈ જિલ્લાના લલછેર્રા ગામમાંથી આવી રહ્યી હતી. આ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બધા જ જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ બધા જ જવાનો ઈલેક્શનમાં ડ્યૂટી બજાવવા માટે છત્તીસગઢ જઈ રહ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા જવાનોમાંથી બે જવાને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે. જેને કારણે હોસ્પિટલે તે બંને જવાનોને કોલકત્તાની હોસ્પિટલમાં સારવાર માટે ટ્રાન્ફસર કરવાની સલાહ આપી છે.
ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી બિપ્લબ દેવ ઈજાગ્રસ્ત જવાનોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, ‘ડોક્ટરો દ્વારા ઈજાગ્રસ્ત જવાનોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જશે.’ તે સમયે હોસ્પિટલમાં મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ સમેત ડીજી તેમજ અન્ય કેટલાક પોલીસ ઓફિતસર્સ હાજર હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





