ખુલ્લા જોખમી કુવામાં એક બકરું પડ્યું એને બુમાબુમ કરતા બચાવવા એક વ્યક્તિ અંદર ઉતર્યો પરંતુ એ ઊંડા પાણીમાંં ગરકાવ થતા વ્યક્તિનું મોત.

રાજપીપળા નગરપાલિકા ની ફાયર ટીમે પાલિકા પ્રમુખ ની સૂચના હેઠળ ત્રણ કલાકની જેહમત બાદ બકરી ને જીવિત કાઢી અને વ્યક્તિનો મૃતદેહ કાઢ્યો
રાજપીપળા: રાજપીપળા રંગ અવધૂત મંદિર સામે આવેલા ચિત્રાવાડી રેલવે ગરનાળા નજીક આવેલા એક લાકડાના પીઠા પાસે આવેલો વર્ષો જૂનો હવડ કૂવો તદ્દન ખુલ્લી હાલતમાં હોય ત્યાં સોમવારે રાત્રે એક બકરું કુવામાં ખાબકતા કૂવાના પાણીમાં બુમાબુમ કરતા નજીક ના એક વ્યક્તિએ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બકરા ને બચાવવા કુવામાં ઉતાર્યો પરંતુ અંદર પાણી ઊંડું હોવાના કારણે એ વ્યક્તિ પણ પાણીમાં ફસાઈ ગયો ત્યારે આ બાબત ની જાણ પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ને થતા એમને તાત્કાલિક ફાયર ની ટિમના સુપરવાઈઝર મુકેશ સોલંકી ને જાણ કરી ત્યાં ફાયર ની ટિમ મોકલી ફાયર ટીમે આ જોખમી કુવા પર લાઈટો લગાવી દોરડાંઓ વડે રેસ્ક્યુ શરૂ કર્યું અને ત્રણેક કલાક ને જેહમત બાદ બકરી બચાવવા પડેલા વ્યક્તિને અને બકરી ને બહાર કાઢતા બકરી હેમખેમ નીકળી પરંતુ વ્યક્તિનું નું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ત્યારે એમ લાગ્યું કે માનવતા મરી પરવારી નથી કેમ કે એક બકરી ના જીવ ને બચાવવા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




