2013 ના વર્ષ માં એ સી બી ના છટકા માં લાંચ લેતા રંગે હાથ પકડાયેલા કોસ્ટેબલ ને સજા..

0
213

રાજપીપળાથી કેવડિયા ફરતા ખાનગી વાહન ના મલિક પાસે માસિક હપ્તા ની રકમ લેનાર પો.કો.ને એક વર્ષ ની સજા અને દંડ ફટકારતા પોલીસ ખાતા માં ફફડાટ

રાજપીપળા: નર્મદા જિલ્લા માં એસ ટી ની અપૂરતી સુવિધા ના કારણે નજીક ના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સહીત અન્ય મુસાફરી ખાનગી વાહનો નો સહારો લેતા હોય છે ત્યારે ખાનગી વાહનો ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવતા કેટલાક વાહન માલિકો ની આવક માંથી પોલીસ ખાતા ના અમુક તત્વો ને હપ્તા રૂપી ચાંદલો આપવો પડે છે જેમાં ક્યારેક પોલીસ ખાતા ના અમુક લોકો એ સી બી ના હાથે ઝડપાઇ પણ જતા હોય છે.

ગત 2013 ના વર્ષ માં રાજપીપળા માં રહેતા ફિયાદી સુરેન્દ્રસિંહ શિવસિંહ ચાવડા એ પોતાની ટાટા મેજીક ગાડી નં.જી જે 22 ટી 9131 રાજપીપળા થી કેવડિયા કોલોની ના રૂટ ઉપર ફેરા મારવા શરુ કરી જેમાં તારીખ 6-8-13 ના રોજ કેવડિયા પોલીસ સ્ટેશન ના પો.કો.શૈલેશ હીરાસિંગ સિંધ એ આ ખાનગી વાહન ના મલિક પાસે આ રૂટ પર ગાડી ચલાવવા માટે દર મહિને રૂપિયા 800/- ની માંગ કરી અને બે મહિનાના કુલ રૂપિયા 1600/- માંગ્યા પરંતુ ફરિયાદી ને આમ લાંચ આપવી ન હોવાથી ફરિયાદીએ આ માટે બીજા દિવસે તારીખ 7-8-13 ના રોજ એ સી બી વડોદરા ના પી આઈ પલસાણિયા નો સંપર્ક કરી ફરિયાદ આપી જેથી એ સી બી ટિમે છટકું ગોઠવી તારીખ 8-8-13 ના રોજ જ ઓડિયો ડીવાઈસ સાથે છટકાનું આયોજન કર્યું જેમાં કેવડિયા પોલીસ સ્ટેશન નો પો.કો.શૈલેષ સિંઘ હપ્તા ની નક્કી થયેલી રકમ કેવડિયા કોલોની ના બજાર માં આવેલ રામચોક પાસે 1600/- રૂપિયા લેતા રંગેહાથ એ સી બી ના છટકા માં પકડાઈ ગયા બાદ આ કેસ આજરોજ અદાલત માં ચાલી જતા જિલ્લા સેસન્સ જજ જે પી ગઢવી ની કોર્ટમાં ચાલતા ફરિયાદી તરફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ ની ધારદાર દલીલો અને પુરાવા ના આધારે કોર્ટે આરોપી પો.કો.ને એક વર્ષ ની સજા અને દસ હજાર નો દંડ ફટકારતા પોલીસ બેડા માં ફફડાટ ફેલાયો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY