બુકાનીધારીના આતંક થી આ વિસ્તારના ખેડૂતો રાત્રે ખેતરોમાં જતા ફફળે છે, અગાઉ બે ખેડૂતો બે GRD જવાનો પર હુમલો કર્યો હતો
રાજપીપળા : એક સપ્તાહ પહેલા જ ઉમરવા ગામે અજાણ્યા બુકાનીધારીઓ દ્રારા મોડી રાત્રે એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો અને ધારદાર હથિયાથી ગંભીર ઈજાઓ કરી હતી હજુ આ બનાવ ને સપ્તાહ થયું છે ત્યાં સિસોદરા અને ભચરવાળા ગામે ફરી હુમલો થયો અને બે ખેડૂતોને ઈજાઓ પહોચાડી જેથી અવારનવાર હુમલાઓને પગલે હાલ ગામોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. 1 મહિના માં ત્રણ વાર હુમલાને લઈને ખેડૂતો રાત્રીના ખેતરે જતા પણ ફફળે છે, ત્યારે પોલીસ આ બુકાનીધારીઓ ને ઝડપવા એકશન પ્લાન બનાવે અને આ ભય દૂર થાય એવી માંગ ઉઠી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાઘેથા ગામે રહેતા કાલીદાસ રમેશ વસાવા ગત રોજ ાંજે 7 વાગ્યાના અરસામાં ખેતરનો ઝાંપો બંધ કરી ઘરે જતો હતો ત્યારે આશરે 35 થી 37 વર્ષની ઉમર ના ચાર ઈસમો બુકાની ધરી હતા અને બે બાઈકો પર ચાર શકશો આવી કેમ બંધ કરે છે તાળું ખોલ કહી બે જણાએ પકડી રહ્યો હતો એ બાદમાં ઢીકાપાટુ નો માર મારી હાથમાંની લાકડી લોખંડ ની પાઇપ જેવા સાધન વડે માથાના ભાગમાં માર માર્યો ગંભીર ઈજાઓ પહોંચાડી માર મારી ભાગી ગયા ને ઘટના બીજા ખેડૂતે જાણ કરતા આખું ગામ દોડી આવ્યું હતું આમે વાઘેથા સાથે ભચરવાળા સિસોદરા માં પણ ઘટનાઓ બની છે અને આગાઉ ઉમરવાના ના સતીશ દેસાઈ પર રાત્રે બે બુકાની ધારીઓએ હુમલો કર્યો અને માર મારવામાં આવ્યો પહેલા એક grd જવાન પર હુમલો કરાયો હતો બાદમાં ગત મોડી રાત્રે પણ પહેલા grd જવાન પર અને બાદમાં ખેતરેથી પરત ફરતી વેળાએ ખેડૂત પર લાકડાના સપાટાથી હુમલો થતા ખેડૂતને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી આમ વારંવાર હુમલાને લઈને આ વિસ્તારના લોકો અને ખેડૂતો ફાફળી રહ્યા છે આ એક દહેશત ઉભી કરવા આવું કરે છે પછી મોટી એકસામટી ધાડ પાડશે એમ આવી બીકે લોકો રાત્રે સુતા પણ નથી જેથી પોલીસે જરૂર પગલાં ભરવા રહ્યાં હાલ તો અંગે કાળીદાસ વસાવા ની ફરિયાદ નોંધી પોલીસે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




