રાજપીપળામાં ઠેર ઠેર જાહેરમાર્ગ RSSના ધ્વજનું ફુલહારથી સ્વાગત કરાયું,મોટી સંખ્યમાં શહેરવાસીઓ પથ સંચાલન નિહાળવા ઉમટી પડ્યા

રાજપીપળા:ભારત દેશના દરેક સંઘની શાખાઓમાં જિલ્લા મથકે દર વર્ષે વિજયા દશમી નિમિત્તે સંઘના શક્તિ પ્રદર્શન અને લોક જાગૃતિ માટે RSSના સ્વયંસેવકો સંઘના ધ્વજ સાથે પથ સંચાલન યોજે છે.તો રાજપીપળાના જાહેરમાર્ગ પર વિજયા દશમી નિમિતે RSSના સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે રેલી સ્વરૂપે પથ સંચાલન યોજયું હતું.જેમાં રામજી પટેલ,ડો.રવિ દેશમુખ,રશ્મિ ભટ્ટ,અનિરુદ્ધસિંહ ગોહિલ,પંકજ શાહ સહિત મોટી સંખ્યામાં RSSના સ્વયંસેવકો જોડાયા હતા.
દરમિયાન રાજપીપળા શહેરના જાહેરમાર્ગો પર RSSના પથ સંચાલનમાં સંઘના ધ્વજનું રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ,નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષા ગાંધી,ભારતી દેશમુખ,સરોજ તડવી,નિધિ શુક્લા,જ્યોતિ માછી સહિત મોટી સંખ્યામાં લોકોએ સંઘના ધ્વજનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








