મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થતાં સંરક્ષણમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી
ન્યુ દિલ્હી,તા.૫
મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થવા પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં જાહેર કરવામાં આવેલી સીઝફાયર પર સીતારમણે કહ્યુ કે ગૃહ મંત્રાલયે સેના સાથે વાતચીત કર્યા બાદ જ રમજાન માસ દરમિયાન શસ્ત્ર વિરામની નીતિ લાગુ કરી છે. સાથે જ તેઓએ કહ્યુ કે અમે ફેંસલાનું સન્માન કરીએ છીએ પરંતુ આર્મી પાસે હજુ જવાબી કાર્યવાહીનો વિકલ્પ છે, જા અમને ઉકસાવવામાં આવશે તો અમે જરૂર જવાબ આપીશું.
પાકિસ્તાન અંગે વાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યુ કે, “વિદેશ મંત્રાલય પહેલાં જ કહી ચુક્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી. આ જ અમારી સરકારનું વલણ રહ્યુ છે.”
સાથે જ તેઓએ કહ્યુ કે, “રમજાનમાં જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું સ્વાગત છે પરંતુ જો સેનાને ઉશ્કેરવામાં આવશે તો જવાબી કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે. સેનાની ત્રણેય ટૂકડીમાં ફંડની ઉણપને લઈને નિર્મલાએ કહ્યુ કે સેના પાસે ફંડની કોઈ જ ઉણપ નથી.
તેઓએ કહ્યુ કે વાઈસ ચીફને ફંડ ખર્ચ કરવા અને ખરીદી માટે પૂરાં પાવર આપ્યાં છે. આ સાથે જ તેઓએ કેટલાંક આંકડાઓ પણ જાહેર કર્યા હતા. રક્ષા મંત્રીએ વધુમાં કÌšં કે, “રક્ષા મંત્રાલયનું કામ સીઝફાયરનું મુલ્યાંકન કરવાનું નથી, અમારું કામ બોર્ડ પર રક્ષા કરવાનું છે જે અમે કરી રહ્યાં છીએ.
નિર્મલાએ કહ્યુ કે, “જ્યારે અમે સત્તા પર આવ્યાં હતા ત્યારે સેના પાસે હથિયારો, ગોલા-બારૂદની ઉણપ હતી, પરંતુ આજે દેશમાં કોઈપણ પ્રકારના ગોલા-બારૂદ ઘટમાં નથી. હવે સેનાને ખરીદવાની શક્તિ આપવામાં આવી છે.
રાફેલ ડીલ પર વિપક્ષના આરોપોને લઈને રક્ષા મંત્રીએ કહ્યુ કે, “વિપક્ષના તમામ આરોપો નિરાધાર છે. આ ડીલમાં એક પૈસાનો પણ ગોટાળો નથી થયો. આ બે સરકાર વચ્ચેનો એગ્રીમેન્ટ છે.
તો છાવણીના રસ્તાઓ સામાન્ય લોકો માટે ખોલવાના મુદ્દે રક્ષામંત્રીએ કહ્યુ કે, “આ નિર્ણય અનેક બેઠકો પછી લેવામાં આવ્યો હતો. જેમાં અનેક પાર્ટીના સાંસદોએ ભાગ લીધો હતો. જેમાં ૬૨ કેન્ટના રસ્તાઓ પર ફેંસલો લેવાયો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







