સુરતની કોર્ટમાં પ્રથમવાર ચેક રીટર્ન કેસમાં જયપુરના વેપારીને WhatsApp દ્વારા સમન્સની બજવણી

0
7

ચેક રીટર્ન કેસમાં એકથી વધુ વાર સમન્સની બજવણી શક્ય ન બનતા ફરિયાદીએ વોટ્સ અપ મારફતે આરોપીને કરેલી સમન્સની બજવણીને સૌ પ્રથમવાર સુરતની એડીશ્નલ સીજીએમ કોર્ટે માન્ય રાખતો હુકમ કર્યો છે.

સુરતના ભાઠેના-આંજણા વિસ્તારમાં રહેતા પેપર ડીસ્પોઝલ આઈટમનાં છૂટક વેપારી સંજયભાઈએ  જુલાઈ-૨૦૧૭માં જયપુરના હોલસેલ વેપારી રામનાથ પાસેથી ઓનલાઈન માલ મંગાવ્યો હતો. જેના એડવાન્સ પેટે રૃ.૧.૩૦ લાખ મોકલી આપ્યા હતા.

પરંતુ માલની ડીલીવરી ન થતાં આરોપીએ આપેલા ચેકને બેંકમાં નાખતા રીટર્ન થવાથી ફરિયાદીએ સુરતની કોર્ટમાં ચેક રીટર્નની ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ ચેક રીટર્ન કેસમાં સુરતની કોર્ટના એકથી વધુવાર સમન્સની જયપુરના આરોપી વેપારી રામનાથને સમન્સ બજતા નહોતા. જેથી ફરિયાદીના અશ્વિન જોગડીયાએ આરોપીનો મોબાઈલ નંબર ચાલુ હોઈ વોટ્સઅપ મારફતે સમન્સની બજવણી કરાવવા કોર્ટને અરજ કરી હતી.

હાલ ડીજીટલ ટેકનોલોજીનો યુગ હોઈ અદાલતનું કામકાજ પણ ઓનલાઈન થઈ ગયું છે તેથી આ રીતે સમન્સ બજાવી શકાય તેવી રજૂઆત થઇ હતી. આરોપીને વોટ્સ અપ દ્વારા સમન્સની બજવણી કરવાથી ન્યાયિક કાર્યવાહીમાં સરળતા પડવા સાથે સમયનો વ્યય થતો બચે તેમ છે.

જેને કોર્ટે માન્ય રાખતા ફરિયાદીએ વોટ્સ અપ પર આરોપીને સમન્સની બજવણી કરતા ડબલ ક્લીક સાથેનો પુરાવો કોર્ટમાં રજુ કર્યો હતો. જેથી ફરિયાદી સમન્સની બજવણી થઈ જતાં આરોપી સામે વોરંટ કાઢવાની અરજી કરતાં કોર્ટે તેને માન્ય રાખી આરોપી સામે વોરંટ ઈસ્યુ કરતો હુકમ કર્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY