મનસુખ વસાવાએ રાજપીપળા સિવિલની મુલાકાત લીધી, સુવિધાનો અભાવ જોતા ગુસ્સે થયા

0
20

રાજપીપળા,તા.૧૪
રાજપીપલા સિવિલ હોસ્પિટલની સ્થાપના વર્ષ ૧૯૧૯માં રાજપીપલાના શ્રીમંત મહારાજાએ કરી હતી. ૧૯૯૭માં આ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલમાં કન્વર્ટ કરાઇ હતી. હોસ્પિટલમાં ૮૦ બેડની ક્ષમતા સામે ૧૫૦ દર્દીઓ દાખલ થઇ જતા ખાટલા ખુટી પડ્યા હોવાનું સાંસદ મનસુખ વસાવાને ધ્યાને આવ્યું હતું. જેથી તેઓ તાત્કાલીક પોતાના ટેકેદારો સાથે મંગળવારે હોસ્પિટલ પહોચીને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.
શરૂઆતમાં તો સાંસદ ગુસ્સામાં જણાતા હતા પરંતુ સાચી સ્થિતિનો ખ્યાલ આવતા જ તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેમ જણાવ્યુ હતુ. સાંસદ પહોચ્યા ત્યારે હોસ્પિટલનાં તમામ બેડ ફુલ હતા. જેથી લોબીમાં એક ગાદલા પર ત્રણ-ત્રણ દર્દીઓને સુવડાવ્યા હતા. જાકે સિવિલ સર્જન ત્યા આવી પહોંચતા જ સાંસદે હકીકતથી વાકેફ કરતા જ સાચી સ્થિતિનો ખ્યાલ આવ્યો હતો.
હકીકત એવી છે કે, નર્મદા જીલ્લામા રોજ-બરોજ નાનાં મોટા ૪થી ૫ અકસ્માત થાય છે. તેમજ ખાસ કરીને ઉનાળામાં વધુ દર્દીઓ દાખલ થતા જ આ સ્થિતિ ઉદભવી હતી. દર્દીઓ વધી પડતા આજથી ૫ વર્ષ પહેલા નવી સિવિલ હોસ્પિટલનું ખાતમુર્હુત કરાયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY