રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામ પાસે મંગળવારે સવારે ઢોર ચરાવવા જતા એક વ્યક્તિને પુરપાટ જતી ટ્રકે અડફટે લેતા એનું ઘટના સ્થળેજ મોત થયું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર નાંદોદ ના ગોપાલપુર ગામ માં રહેતા ધર્મેન્દ્ર બચુભાઈ વસાવા (45) મંગળવારે એના ગામ થી રોડ પર ઢોર ચરાવવા નીકળ્યો હતો અને એ ગોપાલપુરા બસ સ્ટેન્ડ થી થોડે દૂર પોહ્ચતાજ વેલછંડી નજીક પોતાના ઢોર લઈ પોંહચતાજ પુરપાટ ઘસી આવેલી એક ટ્રક નં. એચ આર 55 એ એ 1726 એ ધર્મેન્દ્ર વસાવા ને અડફટે લેતા અને દૂર ફંગોળાઈ ગયા હતા ત્યારે અકસ્માત માં અમને માથામાં ગંભીર ઈજાઓ થતા એમનું ઘટના સ્થળે મોત થયું હતું બનાવની જાણ નજીકના લોકો એ પોલીસ ને કરતા પોકીસ કાફલો તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો પરંતુ ટ્રક ચાલાક અકસ્માત કરી ટ્રક લઈ નાસી છૂટ્યો હતો પોલીસે અ.મોત નો ગુનો નોંધી ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી તાપસ રાજપીપળા ટાઉન પોલીસ ના પી એસ આઈ વી એસ ગઢવી કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



