વિદ્યાર્થીનીઓ ની આવક મર્યાદા 6 લાખ કરાઈ જયારે વિદ્યાર્થીઓ ની 2.50 લાખ રાખતા સરકારે વિસંગતતા દૂર કરવી જોઈએ
દલિત આગેવાન મુળજીભાઈ રોહિતે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી અને વિકાસ કમિશનર ને લેખિત રજૂઆત કરી
રાજપીપળા: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શાળા કોલેજોમાં શિક્ષણ મેેળવતા આદિજાતિ, દલિત વિદ્યાર્થીઓ ને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ શૈક્ષણિક સહાય માટે અપાતી હોય છે, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માટે કન્યાઓ ને 2.50 લાખની આવક મર્યાદા હતી જે વધારીને 6 લાખની કરી દેવાઈ છે જ્યારે કુમારો માટે વધારી નથી અને 2.50 લાખ જ રાખવામાં આવી છે, આ આર્થિક તફાવત ને કારણે એકજ ઘરના ભાઈ બહેન માં બહેન ને શિષ્યવૃતિ મળે પણ ભાઈ ને ના મળે જેથી આ આર્થિક વિસંગતા દૂર કરી કુમાર કન્યા બંને માટે આવક મર્યાદા 6 લાખની થાય એવી રજૂઆત સામાજિક અને ન્યાય અધિકારીતા બાબતો ના મંત્રી અને વિકાસ કમિશનર નાણાં વિભાગ ને પણ રાજપીપલા ના દલિત આગેવાન મુળજીભાઈ રોહિતે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. આબાબતે નિર્ણય લઇ કુમારો સાથે થતા અન્યાય ને રોકવા સરકારનું ધ્યાન દોર્યું છે.
આ બાબતે મુળજીભાઈ રોહિતે જણાવ્યું હતું કે સરકારે જે આવક મર્યાદા વધારી એ ઘણી સારી વાત છે કન્યા કેળવણી અને બાળકીઓને વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવા મદદ રૂપ થશે પણ સામે યુવકો ની સાથે અન્યાય થાય છે જે ચાલીસકે તેમ નથી. જેથી સરકાર આ બાબતે નોંધ લઇ જરૂરી જરૂરી કાયર્વાહી કરે અને આ આવક મર્યાદા યુવાનો માટે પણ વધારે એવી અમારી માંગ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



