દર વર્ષ ની જેમ આ વર્ષે પણ માછી સમાજ દ્વારા સરકારી ઓવારા ખાતે નાસ્તા નું વિનામૂલ્યે વિતરણ

રાજપીપળા: રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં ગૌરી વ્રત કરતી બાળાઓ અને કુમારિકાઓ એ ગોરમાનું પાંચ દિવસ વ્રત રાખી અંતિમ દિવસે જાગરણ ની ઉજવણી કરી હતી ત્યાર બાદ છઠ્ઠા દિવસે ગોરમા ના જવારા નું રાજપીપળા ની કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું ત્યારે આ દિવસે સવારે છ વાગે મેઘરાજા ની પણ પધરામણી થઈ હતી ત્યારે એ સમયે પણ કેટલીક કુંવારિકાઓ ચાલુ વરસાદે ગોરમાંના જ્વારાનું વિસર્જન કરવા નીકળી હતી દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાજપીપળા માછી સમાજ દ્વારા કરજણ નદીના સરકારી ઓવારા ખાતે વિનામૂલ્યે નાસ્તા નું વિતરણ કરાયું હતું જેનો કુંવારિકાઓ અને અન્ય તમામ લોકો એ લાભ લીધો હતો .


ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






