વડોદરા,તા.૧
વડોદરામાં એક મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટના બાદ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, ત્યારબાદ આગળની તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાં રાવપુરામાં આવેલી એક હોસ્ટેલમાં રચના દેસાઈ નામની એક યુવતીએ પોતાના રૂમમાં જ આપઘાત કરી લીધો હતો. મૃત્યુ પામનાર તબીબ યુવતી મેડીકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ યુવતી સયાજી હોસ્પિટલમાં પોતાની સેવા આપતી હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃતદેહ પર કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. ત્યારબાદ પોલીસે સાથી મિત્રો અને આસપાસના લોકોની પુછપરછ ચાલુ કરી તપાસ હાથ ધરી હતી. હવે રચના દેસાઇએ ડોક્ટરનો ત્રીજા વર્ષનું પરિણામ ઓછું આવ્યું તેના કારણે આપઘાત કર્યો છે કે કેમ તે પોલીસની આગળની તપાસમાં બહાર આવશે.
આત્મહત્યા કરનાર રચનાએ મરતા પહેલા ૭૫ શબ્દોની એક અંતિમ ચિઠ્ઠી લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આટલી મહેનત કરી હોવા છતા નાપાસ થઈ. આ ઉપરાંત પોલીસે રચનાની એક બુક પણ કબજે કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





