જાહેર રજા છતાં રાજપીપલા નગર પાલિકા પ્રમુખની કડક સૂચના થી લોકોની સલામતી માટે આખલા પકડ ઝુમ્બેશ જારી

0
319

આખલા કાબુમાં ન આવતા ટ્રેક્ટર પાછળ ખાસ પીંજરું બનાવી પકડ જુમ્બેશ શરુ

રાજપીપલા: રાજપીપલા શહેરમાં રખડતા ઢોરો માં ખાસ અખલાઓ નો આતંક વધતા પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ દ્વારા કડક સૂચના બાદ અગાઉ વીસ જેવા જાનવરો પાંજરે પુરાય હતા જેમાં એક આખલો પણ હતો પરંતુ અખલાઓને પકડવા એ લોખંડના ચણા ચાવવા જેવો ઘાટ હોય ત્યારે નગરજનો ની સાથે સાથે પાલિકા ની ઢોર પકડતી ટીમના સભ્યો ને પણ જોખમ હોવાથી ખાસ આખલા પકડવા ટ્રેક્ટર પર પાંજરું બનાવી આખલા આખલા પકડ જુમ્બેશ શરુ કરવામાં આવી હતી

આજે જાહેર રજા હોવા છતાં પાલિકા પ્રમુખે નગરજનોની સલામતીની ચિંતા કરી કડક સૂચના આપતા પાલિકા ની ટીમ દ્વારા જગદીશ વસાવાના સુપરવિઝન હેઠળ જાહેર રજાના દિવસે પણ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને માર્ગો પર કોઈને નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખી આખલા સહિતના જાનવરો ને જબ્બે કરવા કામગીરી આજે સવાર થી શરુ કરાઈ હતી .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ .મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY