ગુજરાત વિધાનસભા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતી થોડા અંશે ઠંડુ પડી ગયુ હતુ પરંતુ 2019ની લોકસભા નજીક આવતાની સાથે ફરીથી આંદોલનને વેગવંતુ બનાવવા હાદિઁક પટેલે આંદોલન શરુ કયુઁ છે. તેવામા ધ્રાગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે પાટીદાર ન્યાય મહાપંચાયતના નામે જાહેર સભાનુ આયોજન કરાયુ હતુ.
જેમા ધ્રાગધ્રાના માલવણ મુકામે થયેલી આ જાહેર સભામા બીજી દરેક સભાઓ કરતા અલગ હતી કારણ કે આ પાટીદાર અનામત આંદોલન પાટઁ 3મા પાસ સમિતી દ્વારા ભાજપ અને કોગ્રેસના તમામ પાટીદાર ધારાસભ્યો તથા નેતાઓને આમંત્રણ આપ્યુ હતુ 26મેના રોજ થનારા આ કાયઁક્રમમા હાજરી દેવા માટે બપોરના સમયથી હાદિઁક પટેલ ધ્રાગધ્રા આવી પહોચ્યા હતા ધ્રાગધ્રા ભલાહનુમાન ખાતે બપોરનો પ્રસાદ ગ્રહણ કરી બાદમા ધ્રાગધ્રા શહેરના પાટીદાર સમાજના આગેવાનોના ઘેર જઇ મુલાકાત કરી હતી સાંજે સાત કલાકે શરુ થનાર હાદિઁક પટેલની સભામા આમંત્રીત ભાજપના એકપણ પાટીદાર નેતા હાજર રહ્યા ન હતા
જ્યારે કોગ્રેસ ના પાટીદાર ધારાસભ્ય લલીતભાઇ વસોયા, બ્રિજેશભાઇ મેરજા ,લલીત કથગ્રરા ,પરસોતમ સાબરિયા સહિતના કોંગ્રેસ ના 12 ધારાસભ્યો હાજર રહ્યા હતા. જ્યારે હાદિઁક પટેલ દ્વારા સભા દરમિયાન જણાવ્યુ હતુ કે પાસ દ્વારા ગુજરાત ના મંત્રી નિતીન પટેલ ને આમંત્રીત કયાઁ હતા અને જો નિતીન પટેલ આ સભામા હાજર રહ્યા હોત તો હાદિઁક પટેલ પોતે તેઓનુ સ્વાગત કરવા તૈયાર હતા તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ તથા મુખ્ય મંત્રી વિજયભાઇ રુપાણી પર શાબ્દીક પ્રહારો કયાઁ હતા.
જાહેર સભા દરમિયાન હજારો પાટીદાર મહિલાઓ તથા પુરુષો હાજર રહ્યા હતા. જાહેર સભા દરમિયાન સંબોધતા હાદિઁક પટેલે જણાવ્યુ હતુ કે આંદોલન યથાવત રહેશે તથા આંદોલન સમાજ માટે ચાલે છે અને અગાઉ હાદિઁક પટેલ સાથે અને હાલ મા ભાજપ મા જોડાયેલ પાસ સાથે જોડાયેલ સાથીદારો પર પ્રહારો કયાઁ હતા. સાથે કોગ્રસ ના અમુક ધારાસભ્યો અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી ગેરહાજર રહેતા તેઓના પર પણ કટાક્ષ કયોઁ હતો.તથા કોંગી ધારાસભ્યે સભા સંબોધી હતી તેમા લલીત કથગ્રરા જાહેર સભા સંબોધતા ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ને આડે હાથ લીધા હતા
રિપોટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



