ગત અઠવાડિયેજ વીજ કંપની એ પ્રિમોન્સુન કામગીરી માટે આઠ કલાક વીજપુરવઠો બંધ રાખ્યો હતો છતાં દરબાર રોડ પર ગણતરી ના દિવસોમાંજ પોલ છતી થઈ
રાજપીપળા: રાજપીપળા શહેર માં ગત સપ્તાહેજ વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી માટે આઠ કલાક લાઈટો બંધ રાખી હતી ત્યારે આખો દિવસ લોકો ગરમીમાં સેકાય હતા ત્યારે પ્રિમોન્સુન કામગીરી ના ગણત્રીના દિવાસો માં મંગળવારે રાત્રે ફરી લાઈટો ગુલ થતા અંધારપટ સાથે આકરી ગરમીમાં લોકો બફાઈ ગયા હતા
જોકે વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર પર જયારે લાઈટો બંધ થાય ત્યારે ત્યાંનો ફોન લાગતોજ ન હોવાથી લોકો માં ભારે રોષ પણ જોવા મળે છે ત્યારે સવાલ એ થાય છે કે હજુ પ્રિમોન્સુન કામગીરી કરવા ને અઠવાડિયું થયું નથી ત્યાંજ વીજળી ના ધાંધિયા થઈ રહ્યા છે ત્યારે ચોમાસા માં નગરજનો ની હાલત કેવી થશે એ આવનારો સમયજ બતાવશે આ લખાય છે ત્યારે રાત્રે 8-15 વાગે પણ દરબાર રોડ વિસ્તાર માં અંધારપટ છવાયેલો હતો અને વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર નો લેન્ડલાઈન નંબર પણ સતત પ્રયાસ કરવા છતાં ન લાગતા રીસીવર સાઈડ માં મૂક્યું હોવાની વાતે જોર પકડ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






