નાંદોદના વાવડી ગામની કેનાલ માં ગાબડું પડતા ૪૦ હેક્ટર જમીનમાં પાણી ફરી વળતા પાકને નુકશાન, તંત્ર નિંદ્રાધીન હોવાથી ખેડૂતોમાં રોષ

0
130

રાજપીપળા:

:એકબાજુ રાજયમાં પાણીની અછત હોવાના સરકાર દાવા કરે છે તો બીજી બાજુ સિંચાઈ વિભાગની બેદરકારીને પરિણામે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.વાવડી ગામે કેનાલ તૂટી ખેડૂતોને ભારે નુકસાન.

એક બાજુ ગુજરાત સરકાર પાણીની અછત હોવાના રોદળા રડીને આગામી માર્ચ મહિનાથી સિંચાઈનું પાણી બંધ કરવાની વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ રાજપીપલા પાસેના કરજણ ડેમની વાવડી મેઈન માઇનોરમાં ત્રણ દિવસથી ભંગાણ થતાં મહામુલા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો બીજી તરફ ૪૦ હેકટરમાં આ પાણી ઘુસી જતા ખેડૂતોના શેરડી કેળા અને પપૈયા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ વાવણીની તૈયારી કરતા ખેડૂતોને પણ વાવણી સમયે જ ખેતરમાં પાણી ઘુસી ગયા હતા. છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી  મેઈન માઇનોર તૂટતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ઘુસી જતા નુકસાની થતા જગતનો તાત ભારે મુશ્કેલી માં મુકાયો છે. આ અંગે કરજણ સિંચાઈ યોજના ના અધિકારીઓ નો સંપર્ક થઈ રહ્યો નથી.તો બીજી તરફ કેનલોના નિરીક્ષણ યોગ્ય રીતે ન થતા હોવાનું પણ બહાર આવ્યું છે. જો નિરીક્ષણ થતું જ હોત તો આ ભંગાણ તંત્રના ધ્યાને આવ્યું હોત. ખેડૂતોએ પણ આક્ષેપ કર્યા છે કે, કેનાલ સમારકામ માં ભારે ભ્રષ્ટાચાર થવાના કારણે આ કેનાલો તૂટી રહી છે. આનો ઉકેલ જો નહીં આવે તો વાવડી ગામના ખેડૂતો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. એક બાજુ રાજ્યના ડેમોમાં પાણી ખૂટયા હોવાના રોદળા રડી  ખેડૂતોને સિંચાઈ નું પાણી બંધ કરવાની વાત કરતી રાજ્ય સરકાર ની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY