ડેડીયાપાડા તાલુકા ના ગુલ્દાચાપ અને મુલકાપાડા ના ગ્રામજનો ને મારક હથિયારો વડે બળ પ્રયોગ કરતા બીજા ગામના તત્વો વિરુદ્ધ વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈજ કાર્યવાહી ન થતા કલેક્ટર અને ડી એસ પી ને રજુઆત
અંદાજે 100 લોકોનું ટોળું મારક હથિયારો સાથે આવી હુમલા કરી ગ્રામજનો ના મકાન તોડી પાકને નુકસાન અને રસ્તાઓ ખોદી નાખી બળ પ્રયોગ વાપરતા હોવાની એડવોકેટ મકબુલ કુરેશી મારફતે રજુઆત

રાજપીપળા : નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના ગુલ્દા્દાચાપ તથા મુલકાપાડા ના ગ્રામજનો દ્વારા નર્મદા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જેમાં ડેડીયાપાડા ના બાંડીસેરવાન ગામના લોકો તેમને જમીન ખેડતા વારંવાર અટકાવે છે અને આ બાબતે વારંવાર ફરિયાદ કરવા છતાં ત્યાંની પોલીસ આ તત્વો સામે કોઈજ કાર્યવાહી કરતી નથી ત્યારે બાંડીસેરવાન ગામના લોકો એ મુલકાપાડા અને ગુલદાચામ ના લોકો ની જંગલ જમીન માં ખોટી રીતે પ્રવેશ કરી ઉગેલા પાકને નુકસાન કર્યું છે તથા ઉપજાવ ઝાડો પણ કાપી નાખ્યા છે તેમજ તેમના મકાનો પણ તોડી નાખ્યા છે સાથે ગુલ્દાગામ થી સોરાપાડા જતો રસ્તો જે સી બી થી ખોદી નાખતા ત્યાંથી વાહનો કે ઢોરો ને લઈ ને જવું મુશ્કેલ બનાવ્યું છે અને વારંવાર મારક હથિયારો વડે અમારી ઉપર હુમલા કરે છે એમ ગ્રામજનો એ આ આવેદન માં આક્ષેપ કર્યો છે અને આ રજુઆત ગ્રામજનો એ એમના વકીલ મકબુલ કુરેશી મારફતે કરી છે
છેલ્લા છ મહિના થી આ માથાકૂટ ચાલવા છતાં કોઈ પગલા લેવાયા નથી : મકબુલ કુરેશી
ગ્રામજનો તરફે ના વકીલ મકબુલ કુરેશી એ ટેલિફોનિક વાત માં જણાવ્યું કે છ મહિના થી બાંડીસેરવાન ગામના લોકો આ બે ગામના લોકો ને હેરાન કરે છે એ માટે એ લોકો એ અગાઉ વારંવાર ડેડીયાપાડા પોલીસ માં ફરિયાદ આપી ત્યારબાદ કોઈ પગલાં ન લેવાતા ડી એસ પી અને રાજ્યપાલ સહીત રજુઆત કરી હતી છતાં હજુ સુધી કોઈ પગલાં ન લેવાતા મારા મારફતે રજુઆત કરાઈ છે ત્યારે આ જમીન ની લાલચે 100 જેવા લોકો નું ટોળુ આ ગ્રામજનો ને હેરાન કરે છે
ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




