રાજ્ય સરકાર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ આઈએએસ અધિકારીને પોલીસે સમન મોકલ્યું

0
7

કોલકાત્તા,તા.૨૨
ઈદની રજા અંગે સોશિયલ મીડિયામાં ખોટું જાહેરાનામું વહેતું થયા બાદ રાજ્ય સરકાર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોલકાતા પોલીસે રાજસ્થાન સ્થિત આઈએએસ અધિકારીને પૂછપરછ માટે સમન મોકલ્યું છે. પોલીસે સમન મોકલતા આઈએએસ અધિકારીની મુશ્કેલીમાં વધારો થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોલકાતા પોલીસે કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા સંજય દિક્ષિતને ઈદની રજા અંગે વહેતા થયેલા એક ખોટા જાહેરનામા પર સરકાર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોલકાતા પોલીસે આ સપ્તાહે સમન્સ મોકલ્યું હતું. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ખોટા જાહેરનામામાં રાજ્ય સરકારે ઈદની પાંચ દિવસની રજા જાહેર કરી હતી, તેમ કોલકાતા પોલીસ જેસીપી (ક્રાઈમ) પ્રવીણ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
આઈએએસ દિક્ષિતે આ જાહેરાનામું ટ્‌વીટ કર્યું હતું જા કે પાછળથી વિવાદ થતા ટ્‌વીટ ડીલીટ કરી દેવાઈ હતી. કોલકાતા પોલીસે આઈએએસ અધિકારી દિક્ષિતને ૨૯ જૂન સુધીમાં હાજર થવા આદેશ કર્યો હતો.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY