ન્યુ દિલ્હી,તા.૨૫
દિલ્હીમાં કેટલાંય આંદોલનનું સાક્ષી બનેલ ઐતિહાસિક રામલીલા મેદાન આગામી સમયમાં પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નામે ઓળખાશે. ઉત્તરીય દિલ્હી નગર નિગમે રામલીલા મેદાનનું નવું નામાભિધાન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને આ પ્રસ્તાવને ૩૦ ઓગસ્ટે નોર્થ એમસીડીની બેઠકમાં મંજૂરી મળી જશે એ લગભગ નિશ્ચિત છે.
ત્યાર બાદ રામલીલા મેદાન અટલજીને સમર્પિત કરીને તેનું નામ અટલ રામલીલા મેદાન કરવામાં આવશે. ઉત્તરીય દિલ્હી નગર નિગમના મેયર આદેશ ગુપ્તાએ જણાવ્યું છે કે રામલીલા મેદાનમાં અટલજીએ કેટલીયે જાહેરસભાઓને સંબોધી હતી તેથી તેમની યાદમાં રામલીલા મેદાનનું નામ હવે અટલબિહારી વાજપેયી રામલીલા મેદાન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઉત્તરીય દિલ્હી નગર નિગમે કેટલીયે યોજનાઓ અને સ્થળોનું નામકરણ પણ અટલબિહારી વાજપેયીના નામ પાછળ કરવાનો નિર્ણય કર્યો છે. રામલીલા મેદાન ઉપરાંત હવે દિલ્હીની હિંદુરાવ હોસ્પિટલનું નામ પણ અટલબિહારી વાજપેયી હોસ્પિટલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૦ ઓગસ્ટના રોજ મળનાર સામાન્ય સભામાં આ પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





