આરબીઆઈની નવી યોજના રૂ.૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટોની ઇંટો બનશે..??

0
50

ન્યુ દિલ્હી,
તા.૧૯/૦૩/૨૦૧૮

નોટબંધી બાદ રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની જૂની નોટોમાં અસલી-નકલી નોટોની ઓળખ થઇ ચુકી છે અને તેની ગણતરી પણ થઇ ચુકી છે. તેના ટુકડા કરીને ઇંટનું રૂપ આપ્યા બાદ ટેન્ડરના માધ્યમ દ્વારા તેનો નિવેડો લાવવામાં આવશે. ભારતીય રિઝર્વ બેન્કે સૂચનાના અધિકારના કાયદા હેઠળ આ માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે ૩૦ જૂન ૨૦૧૭ના રોજ પ્રારંભિક આકલનમાં રિઝર્વ બેન્કે જૂની ૫૦૦ અને ૧૦૦૦ની નોટોનું કુલ મૂલ્ય ૧૫.૨૮ લાખ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે.

એક આરટીઆઇના જવાબમાં રિઝર્વ બેન્કે કહ્યું, નોટબંધી બાદ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની બંધ થયેલી જૂની નોટોની ગણતરી કરવામાં આવી છે અને વેરિફિકેશનની આધુનિક ટેકનિક હેઠળ તેની ચકાસણી કરવામાં આવી છે. આ પ્રક્રિયાના પૂરી કરનારી નોટોને રિઝર્વ બેન્કના વિભિન્ન કાર્યાલયોમાં રાખવામાં આવેલી નોટોને કાપવા અને બ્રિકેટિંગ ટેકનિકમાં તેને કાપીને તેને ઇંટનું રૂપ આપવામાં આવી રહ્યું છે.

રિઝર્વ બેન્કે જણાવ્યા અનુસાર જ્યારે આ કપાયેલી નોટોને દબાવીને તેને લંબચોરસ ઇંટનો આકાર આપવામાં આવશે તો ટેન્ડરના માધ્યમ દ્વારા તેનું નિતારણ કરવામાં આવશે. જવાબમાં કહેવામાં આવ્યું કે રિઝર્વ બેન્ક આવી નોટોને રિસાયકલ નથી કરતી. એટલે કે તેને રિસાયકલ કરીને નવી નોટો તૈયાર કરવામાં નથી આવતી.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કના દેશભરમાં આવેલા વિભિન્ન કાર્યાલયોમાં કુલ ૫૯ આધુનિક વેરિફિકેશન મશીનો કાર્યરત છે. તેના માધ્યમ દ્વારા નોટબંધીમાં પરત આવેલી નોટોના ટુકડા કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે અને તેની અસલ હોવાની તપાસ કરવામાં આવી છે.

મોદી સરકારની નોટબંધીની ઘોષમા બાદ ૮ નવોમ્બર ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટોને ચલણ માંથી બહાર કરી દેવાઇ હતી. તેના કારણે લોકોને ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો જમા કરવા માટે બેન્કોની બહાર લાંબી લાઇનોમાં ઉભા રહીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY