અલી-બજરંગબલીનો વાંધો નહીં, પરંતુ અનારકલી તો નહીં જઃ અબ્દુલ્લા આઝમ ખાન

0
16

આઝમ ખાનનો પુત્ર પણ બેફામ બન્યો
રામપુર,તા.૨૨
રામપુર બેઠકના ભાજપના ઉમેદવાર જયા પ્રદા અંગે વાંધાજનક ટિપ્પણી બાદ હવે આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને પણ બેફામ કોમેન્ટ કરી છે. તેણે વાત વાતમાં જયાપ્રદાને ‘અનારકલી’ ગણાવી દીધા હતા. જાકે તેમણે કોઇનું નામ લીધું ન હતું.
અબ્દુલ્લાએ પાન દરીબામાં એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે અલી અને બજરંગ બલીની જરૂર છે અનારકલીની કોઇ જરૂર નથી. અગાઉ આઝમ ખાને જણાવ્યું હતું કે અત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની છબિ ખરાબ કરવાના પ્રયાસો કરાઇ રહ્યા છે તો પછી અમારું શું થશે. હું લોકોને લોકશાહી અને અમારા દેશની બંધારણીય સંસ્થાઓને રક્ષા કરવાની અપીલ કરું છું.
તેમણે ભાજપ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રશાસન દ્વારા ભાજપ ઉમેદવારની મદદ કરવાના પ્રસાસ કરવામાં રહ્યા છે. આ લોકો એસપી કાર્યકર્તાઓ વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરી રહ્યા છે. જે લોકો મારા સમર્થનમાં છે તેમના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રશાસનના લોકો મારા કાર્યકર્તાઓના સંબંધીઓના ધમકાવી રહ્યા છે. તેમનો ઉદ્દેશ ડરનો માહોલ બનાવીને મુસ્લિમ ક્ષેત્રમાં વોટિંગને ઘટાડવાનો છે જેથી ભાજપ ઉમેદવારને ફાયદો થઇ શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY