રણબીર-આલિયા વાગ મેગેઝીનના કવર પેજ પર ચમકિયા

0
17

મુંબઈ,તા.૨૮
રણબીર કપૂર અનેઆલિયા ભટ્ટ પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. બંનેને અવારનવાર એકબીજા સાથેસ્પોટ કરવામાં આવ્યાં છે. તાજેતરમાં જ આલિયા રણબીરના પિતા ઋષિ કપૂરને મળવા માટેઅમેરિકા પહોંચી હતી. હવે વાગ મેગેઝીને પણ બંનેને સાથે લીધાં છે.
આ મેગેઝીને બંનેને વિશેષ સન્માન આપ્યું છે. વાગના ‘વુમન્સ આૅફ ધ યર અવોર્ડ ૨૦૧૮’ હેઠળ રણબીર કપૂરને મેન આૅફ ધ યર અને આલિયા ભટ્ટને વાગ યર યૂથ આઇકન આૅફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે.
આ ખાસ કાર્યક્રમમાં ફિલ્મી જગતના મોટાભાગના સ્ટાર્સ હાજર રહ્યાં હતા. કરીના કપૂર, આલિયા ભટ્ટ, રાધિકા આપ્ટે, કરિશ્મા કપૂરે પોતાના આકર્ષક અને ગ્લેમરસ અંદાજથી વાગના રેડ કાર્પેટ પર જલવો વિખેર્યો હતો. આ ઇવેન્ટમાં કરીના કપૂરને મોસ્ટ સ્ટાઇલીશ એક્ટ્રેસનો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર અમેરિકાના ન્યુયાર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. નીતૂ સિંહ પણ તેની સાથે છે. રણબીર કપૂર સતત ત્યાં અવર-જવર કરી રહ્યો છે. પરંતુ તાજેતરમાં જ રણબીરની કથિત ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ અમેરિકા ઋષિ કપૂરને મળવા પહોંચી હતી. તેમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY