એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી : જાપાનને ૩-૨થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું ભારત

0
5

મસ્કટ,તા.૨૮
ભારતે એશિયાઇ રમત સ્વર્ણ પદક વિજેતા જાપાનને ૩-૨થી હરાવીને એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યાં તેમનો સામનો પાકિસ્તાનથી થશે. રાઉન્ડ રોબીન ચરણમાં જાપાનને ૯-૦થી હરાવનારી ભારતીય ટીમને આજે જારદાર ટક્કર મળી. ભારત માટે ગુરજંટ સિંહે ૧૯મી મિનિટમાં પહેલો ગોલ કર્યો જ્યારે ચિંગલેનસાના સિંહે ૪૪મી મિનિટમાં બીજા ગોલ કર્યો.
દિલપ્રીત સિંહે ૫૫મી મિનિટમાં ત્રીજા ગોલ કર્યો. ત્યારે જાપાને ૨૯મી અને ૫૬મી મિનિટમાં ગોલ કર્યા. ફાઇનલમાં ગત ચેમ્પિન ભારતનો સામનો પાકિસ્તાનથી થશે. તે બીજી સેમી ફાઇનલમાં મલેશિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યાં.
ટૂર્નામેન્ટમાં બીજી સેમીફાઇનલ પાકિસ્તાન અને એશિયાઇ રમતના ઉપવિજેતા મલેશિયાની વચ્ચે રમવામાં આવશે. પાકિસ્તાનની અંતિમ લીગ મેચમાં કાલે મલેશિયાને ૧-૦થી હરાવ્યા હતા. જ્યારે જાપાનને મેજબાન ઓમાનને ૫-૦થી હાર આપી હતી. ભારતની લીગ મેચ બાદ સૌથી વધારે ૧૩ અંક રહ્યા. પાકિસ્તાન અને મલેશિયાના એક બરાબર ૧૦-૧૦ અંક રહ્યા. પરંતુ સારા ગોલ સરેરાશના આધાર પર પાકિસ્તાન બીજા અને મલેશિયા ત્રીજા સ્થાન પર રÌહ્યું. જાપાનને ચોથું સ્થાન મળ્યું. દક્ષિણ કોરિયા અને ઓમાનની ટીમ પાંચમાં-છઠ્ઠા સ્થાન માટે રમશે.
ટોચ પર રહેલી ટીમની સેમીફાઇનલમાં ચોથા નંબરની ટીમથી મુકાબલો થશે અને ભારતનો જાપાન સાથે મુકાબલો થશે. ભારત જે ફોર્મમાં રમી રહી છે તેનાથી આ આશા કરવામાં આવી રહી છે કે તે ફાઇનલમાં પહોંચશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY