મોરબીના રહેવાસી વૃધ્ધાનું તાજેતરમાં બીમારી સબબ અવસાન થયું હોય જે વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા મુજબ પરિવારે તેમની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢી હતી અને મૃત્યુ જે અનિવાર્ય સત્ય છે તેને પ્રસંગ તરીકે ઉજવીને અન્યોને પણ પ્રેરણા પુરી પાડી હતી
મોરબીમાં વસવાટ કરતા વાસંતીબેન રમેશચંદ્ર જાની નામના 90 વર્ષીય વૃદ્ધાનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું જોકે વૃદ્ધા જીવિત હોય ત્યારે જ પોતાના સંતાનોને અંતિમ ઈચ્છા જણાવી હતી કે તેમના મૃત્યુ પર કોઈ આંસુ ના સારે ત્યારે પુત્ર પણ માતાને વચન આપેલું કે તમારી અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢીશું અને બધાને હરખથી જમાડીશું અને માતાએ બીમારી ને પગલે ફાની દુનિયાને તાજેતરમાં અલવિદા કહી

જેની અંતિમ યાત્રા પુત્ર શ્રવણ સમાન પુત્ર યોગેશભાઈએ વાજતે ગાજતે કાઢી હતી બેન્ડ બાજા સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી અને માતાની અંતિમયાત્રા કાઢી માતાના અગ્નિ સંસ્કાર કર્યા હતા ત્યારે આ પુત્રએ માતાની અનોખી અંતિમયાત્રા યોજીને અન્યને પણ પ્રેરણા પુરી પાડી છે તેમજ મૃત્યુના પ્રસંગને પણ આ રીતે ઉજવી શકાય છે તે અંગેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
9737075717
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




