રાપર તાલુકાના નંદાસર પાસે નર્મદાની કેનાલમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું

0
151

બપોરના એક થી છ વાગ્યા સુધી અધિકારી કે મેન્ટેનન્સ કરવા કોઈ ડોકાયું નહિ વગર વરસાદે તળાવ ભરાયાં રસ્તા પર નદીઓ વહી નીકળી પાણી પુરવઠા વિભાગ નિંદ્રાધીન ફોન રિસીવ ન થતા લોકો ચિંતામાં મુકાયા

છેલ્લા બે મહિના થી પીવા નાં પાણી માટે ટળવડતા રાપર તાલુકા માં તંત્ર નાં વાંકે હજી કેટલો સમય તરશયો રહેશે તે તો આવનારો સમય જ બતાવશે કારણ કે તંત્ર ના જ અધિકારીઓ ની બેદરકારી થી માંડ પંદર દિવસે અડધો કલાક પીવાનું પાણી મળે છે તેમાંય રાપર પાણી પુરવઠા વિભાગ દ્વારા લાઇન પર ચોકીદાર માત્ર નામ પૂરતી જ નોકરી કરી રહ્યાચે અને ટાઈમે પુરતો પગાર લઇ લેતા લાઇન મેનો નાં વાંકે આજે રાપર થી છ કિલો મીટર દુર નંદાસર ગામ થી એક કિલ્લો મીટર દુર રાપર થી દેસલપર અને પ્રાથળ વિસ્તાર ને પુરુ પાડતી નર્મદા ની મીઠાં પાણી ની લાઇન માં શોકેટપાસેથી ભંગાડ પડતાં હજારો લીટર પાણી વહી ગયુ હતુ અને આસપાસ અંદાજે દોઢ કિલ્લો મીટર રીતસર પાણી ની નદી વહી નીકળી હતી અને ખારી જમીન માં રીતસર નું તળાવ ભરાઈ ગયુ હતુ તો ચાલીશ જેટલા.મોટા મોટા ખાબોચિયાં ભરાઈ ગયા હતાં જે જમીન માં પાણી એકઠું થયુ હતુ તે તળાવ માં તો જાણે વગર વરસાદે બે મહિના નું પાણી આવી ગયુ હોય તેવું ભાસ્તુ હતુ કારણ કે બપોરનાં એક વાગ્યાના અરસામાં તૂટેલી લાઇન સાંજ નાં છ વાગ્યા સુધી કોઈ અધિકારી કે રીપેરીંગ કરવા વાળું ફરક્યું નહતું તો આસ પાસ મેઈન રોડ આવેલો હોઇ આવતાં જતા વાહન ચાલકોએ પાણી પુરવઠા કચેરી અને પાણી પુરવઠા અધિકારી પરીખ નો કેટલીય વખત ફોન પર કોન્ટેકટ કરાયો હતો પરંતુ હંમેશની જેમ આ વખતે પણ અધિકારી પરીખે ફોન ઉપાડવા ની તકલીફ લીધી ન હતી આમ તંત્ર ની બેદરકારી નાં લીધે લાખો લીટર મીઠુ પાણી બંજર જમીન માં વહી ગયુ હતુ જો સમયસર રીપેરીંગ કરાત તો અંદાજે દશ જેટલા ગામોને પીવાનું પાણી આપી શકાત પણ હવે આ ગામોને પંદર દીવસ થી મોટી રવ,ડાવરી દેસલપર,બાલસર અને પ્રાથળ વિસ્તાર ને પાણી મળ્યું નહતું અને હજી પંદર દીવસ લાગી જાશે લાઇન તૂટવા નાં કારણે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાપર પાણી પુરવઠા વિભાગ ની ત્રણ મોટરો ખરાબ થઈ ગઇ હતી જે રીપેરીંગ થતા વધારે દીવસો લાગ્યા હતાં તયારે પણ પાણી પુરવઠા નાં જવાબદારો ફોન ઉપાડવા ની તસ્દી લેતા નહતા તો રાપર શહેર ની હાલત તો આના થી પણ બદતર છે કારણ કે શહેર માં તો છેલ્લાં બે મહિના થી પીવાનું પાણી (નર્મદા નું) કેવું હોય તેં પણ શહેરી જનો ભૂલી ગયા છે તો આ બાબતે પાણી પુરવઠા અધિકારી પરીખ ને (બપોર નાં લાઇન તુટી તેનાં ઍક કલાક પછી) ફોન ની રીંગો વગાડી હતી પણ ઉપાડવા ની તસ્દી લીધી ન હતી અને ત્યાર બાદ સાંજે સાત વાગ્યે ફોન કર્યો તો જણાવ્યું હતુ કે હા લાઇન તૂટવા નાં સમાચાર મળ્યા છે અમારાં માણસો ત્યાં રીપેરીંગ કરવા હાલે ગયા છે તેવું પાણી પુરવઠા અધિકારી પરીખે જણાવ્યું હતુ અને પોતે મીટીંગમાં છે તેવું જણાવ્યું હતુ જોકે પાંચ કલાક એવી કઇ મીટીંગ ચાલી તે બાબતે ઉચ્ચ અધિકારી દ્વારા ખુલાસો પૂછવો જોઈએ

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092           ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY