બાનું બારમું જમાડવાની જગ્યાએ બારે માસ અને આજીવન ચાર ઘરમાં બાર જણાના પેટનો ખાડો પુરાય એવો મહાન સંકલ્પ કરતું જાકાસણીયા પરિવાર
મૂળ જેતપર ગામના વતની અને હરિનગર સોસાયટી હળવદ માં સ્થાઈ થયેલા અને આઈ.ટી.આઇ.માં સર્વિસ કરતા રવિભાઈ જાકાસણીયાના માતુશ્રીનું થોડા સમય પહેલા શ્વાસની બીમારીને હિસાબે અવસાન થયું હતું.
હાલ દેખાદેખીના આ સમયમાં મોટપ અને સારું દેખાડવાની લ્હાયમાં સારા કે નરસા પ્રસંગમાં ખૂબ ખર્ચા વધી ગયા છે જે નજર સમક્ષ જોવા મળે છે.
મૃતકની ઉત્તરક્રિયા એટલે કે બારમાં ની વિધિમાં સગવડ વાળા હોય કે અગવડ વાળા પણ લોક લાજે અને સમાજ ની બીકે અથવા મેણા ટોણા થી બચવા જમણવારનું આયોજન કરવામાં આવે છે.
પણ આ પરિવાર ના વિચારો પહેલેથીજ અનોખા અને અલગ પ્રકારના છે.
તો એમને એવું વિચાર્યું કે એક ટંકના જમણમાં ખર્ચ કરવા કરતાં 4 પરિવારના 12 જણાના ઘરમાં કાયમી કે આજીવન માટે ચૂલો સળગે તો એનાથી સારું ને સુંદર જમણ બીજું કંઈજ નાં હોઈ શકે
જેથી એમને જરૂરતમંદ ઘર કે પરિવાર માટે 24000 રૂપિયાનું માતબર દાન દર વર્ષે અને આજીવન આપવાનો શુભ સંકલ્પ કર્યો.
રોટરી કલબ ઓફ હળવદ મારફતે એવા 4 પરિવારોમાં અનાજ કરિયાના ની કીટ શરૂ કરવામાં આવી જ્યાં બે ટંક ખાવાનાય સાંસા પડતા હતા.
રવિભાઈના લગ્ન વખતે પણ ખોટો ખર્ચ કે ધામધૂમ કર્યા વગર સાદાઈ થી લગ્ન કર્યા હતા.
આ વખતે બચેલા 161000 ની મોટી રકમનું દાન જુદી જુદી સંસ્થાઓમાં કરવામાં આવ્યું હતું.
તેમના પિતાશ્રી રામજીભાઈ નિવૃત શિક્ષક છે અને પહેલાથી સેવા ના ભાવ સાથે નિસ્વાર્થ સેવા કરતા રહ્યા છે.
હાલ તેઓ નિવૃત હોવા છતાં પણ વિદ્યાર્થીઓના અભ્યાસ હેતુ વિવિધ 300 જેવી સ્કુલોમાં જઈને ગણિત અને વિજ્ઞાન ના પ્રયોગો કરાવેલ છે.આ પરિવાર દ્વારા સમાજ ને નવી દિશા અને નવો રાહ ચીંધ્યો છે.
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





