અમદાવાદ, તા.૪
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસ દ્વારા તેનો પર્દાફાશ કરવા છતાં એક યા બીજી તરકીબો અપનાવી ગુનેગારો પૈસાની લાલચમાં કોલ સેન્ટરનો કિમીયો ચાલુ રાખી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં પણ રાયસણ ખાતે ચાલતાં ગેરકાયદે કોલ સેન્ટરનો સ્થાનિક એસઓજીએ પર્દાફાશ કર્યાે હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે દરોડાના સ્થળેથી આરોપીઓની ધરપકડ કરી કોમ્પ્યુટર, લેપટોપ, મેજિક જેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર એસઓજીના અધિકારીઓ ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીનગરના રાયસણ ખાતે રોયલ બંગલોઝમાં ગેરકાયદે કોલ સેન્ટર છેલ્લા કેટલાક સમયથી ધમધમી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ભારે ગુપ્તતા સાથે અચાનક દરોડા પાડયા હતા. રોયલ બંગલોઝના આ મકાનમાં દિયા ઇન્ફોટેક આઇટી સોલ્યુશનનું બોર્ડ લગાવેલું હતુ, જેની આડમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતુ હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીને ઝડપી પાડયો હતો, જે ધોરણ-૭ પાસ હોવાછતાં ફાંકડુ અંગ્રેજી બોલતો હતો. જેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીઓ વિદેશી નાગરિકોને ફોન કરી લોન માટે દસ્તાવેજા મંગાવતા હતા અને બાદમાં તેઓની પાસેથી વિવિધ બહાના હેઠળ નાણાં ખંખેરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કોમ્પ્યુટર, લેપટોપ, મેજિક જેક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની તપાસ જારી રાખી છે. આ પ્રકરણમાં હજુ વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી પણ સંભાવના છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



