બગદાદ,તા.૨૩
વૈશ્વિક આતંકવાદના કુખ્યાત ચહેરા અને આઈએસઆઈએસના ચીફ અબુ બકર અલ બગદાદીએ વધુ એક નવો ઓડિયો જાહેર કરીને દુનિયામાં સનસનાટી ફેલાવી દીધી છે. આતંકવાદી સમૂહ આઈએસઆઈએસના ગઢ ગણાતા સીરિયાના ઈદલિબ શહેરથી બગદાદીનો નવો ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે પહેલીવાર વૈશ્વિક આતંકવાદી અબુ બકર અલ બગદાદીનો ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયોમાં બગદાદી પોતાના લોકોને અપીલ કરતો સંભળાઈ રહ્યો છે કે હિંમત હારો નહીં. કારણ કે અલ્લાહ તેમની પરીક્ષા લઈ રહ્યા છે.
સીએનએનના રિપોર્ટ મુજબ ઓડિયા મેસેજમાં બગદાદી પોતાના ફોલોવર્સને કહી રહ્યો છે કે ભૂખ અને ડરની સાથે અલ્લાહ તેની પરીક્ષા લઈ રહ્યા છે. બગદાદીએ કહ્યું છે કે ધીરજથી કામ લો. પરીક્ષામાં જરૂરથી સફળ થવાશે. આતંકવાદી બગદાદીએ કહ્યું છે કે આઈએસને જે પણ કોઈ નુકસાન થયું છે. તેમા પણ અલ્લાહની મરજી છે. આ ઓડિયો મેસેજને બુધવારે આતંકવાદી જૂથ આઈએસની મિડિયા વિંગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જા કે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે ઓડિયોમાંનો અવાજ બગદાદીનો છે કે અન્ય કોઈનો છે.
આ ઓડિયોના આધારે કહેવાઈ રહ્યું છે કે ગત વર્ષ ઓક્ટોબરમાં રશિયાની સેના દ્વારા સીરિયાના રક્કામાં આઈએસને હરાવ્યા બાદ તેનો આ પહેલો ઓડિયો મેસેજ રિલિઝ કરવામાં આવ્યો છે. ૫૫ મિનિટની આ ઓડિયો રિલિઝમાં એક વ્યક્તિ એમ કહેતા સંભળાઈ રહ્યો છે કે તેના સંગઠનના લોકો માટે એક શહેરમાં તેમની જીત અને હાર કોઈ મતલબ ધરાવતી નથી. ઓડિયો મેસેજને સીરિયાના ઈદલિત શહેરમાંથી જાહેર કરવામાં આવ્યો છે. તેમા કહેવામાં આવ્યું છે સીરિયા અને રશિયાની સેના તેમને બરબાદ કરવા ચાહે છે. ઓડિયો મેસેજા આખરમાં સુન્ની મુસ્લિમોને અપીલના નામે ઉશ્કેરણી કરતા કહેવામાં આવ્યું છે કે તેઓ જાર્ડનની સરકારને પાડવા માટે પોતાની તમામ શક્તિઓ લગાવી દે. મહત્વપૂર્ણ છે કે જાર્ડન અમેરિકા અને યુનાઈટેડ કિંગ્ડમનો સાથીદેશ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



