કેરળ પૂર સંકટ : નેવીનું ‘ઓપરેશન મદદ’ સમાપ્ત,૧૬ હજાર લોકો માટે સાબિત થયું દેવદૂત

0
15

તિરુવનંતપુરમ્‌,તા.૨૩
કેરળમાં વરસાદ બાદ જળપ્રલયમાં હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે નેવી દ્વારા જે બચાવ કામગીરી ચલાવવામાં આવી હતી તેનો અંત આવ્યો છે. કેરળમાં નેવીનું ઓપરેશન મદદ આજે સમાપ્ત થયું છે. ૧૪ દિવસ લાંબુ ચાલેલા આ બચાવ અભિયાનમાં કુલ ૧૬ હજારથી વધુ લોકોનાં જીવ નેવીએ બચાવ્યા છે.
તો બીજી તરફ, હાલ કેરળમાં વરસાદે વિરામ લેતા પાણી પણ ઓસરી રહ્યું છે. તો કેરળ સરકારે તમામ બળના જવાનોનો આભાર પણ માન્યો છે. કેરળના મુખ્યમંત્રી પી.વિજયને જણાવ્યું કે, રાજ્ય સરકાર રવિવારે રાહત કામગીરીમાં લાગેલા તમામ જવાનો માટે વિદાય સમારંભ યોજશે. બીજી તરફ, સરકારે માછીમારોનો પણ આભાર માન્યો છે. કારણકે તેઓ પણ બચાવ કામગીરીમાં જાડાયેલા હતા.
આ સ્વાભાવિક છે કે, બંન્ને દેશ એક-બીજાને મદદરૂપ બને. વર્ષ ૨૦૧૬માં ઘોષિત કટોકટી વ્યવસ્થાપન નીતિસાફ જણાવે છે કે, જા કોઇ બીજા દેશની રાષ્ટ્રીય સરકાર સ્વેચ્છાએ સદભાવનાપૂર્ણ કદમ ઉઠાવી સહાયતાની વાત કરે છે તો કેન્દ્ર સરકારે આ ઓફરનો સ્વીકાર કરવો જાઇએ.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY