વાશિંગ્ટન,તા.૯
રશિયાના ભૂતપૂર્વ જાસૂસ અને તેની પુત્રીને ઇંગ્લેન્ડમાં ઝેર આપવાના મામલે અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે. તેણે રશિયા પર પ્રતિબંધ લગાવી દીધા છે. જે હેઠળ અમેરિકા રશિયાને સેનામાં કામમાં આવતા ટેક્નિક સામાનની નિકાસ પર પ્રતિબંધ લગાવશે. આ પ્રતિબંધ ૨૨ ઓગસ્ટથી લાગુ થશે. જેના ૯૦ દિવસની અંદર રશિયાને રાસાયણિક અને જૈવિક હથિયારોનો ભવિષ્યમાં ઉપયોગ નહીં કરવાના કરાર કરવા પડશે. આવું નહીં થયું તો રશિયા સામે વધુ કડક પ્રતિબંધ લગાવવામાં આવશે.
અમેરિકાનું કહેવું છે કે, રશિયા પર ૧૯૯૧ના રાસાયણિક અને જૈવિક હથિયાર નિયંત્રણ અને યુદ્ધ નાબૂદ નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રશિયાના ભૂતપૂર્વ જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલ અને તેની દીકરી યૂલિયા ૨૦૧૦થી ઇંગ્લેન્ડમાં રહે છે.
આ બંને ૪ માર્ચના રોજ વિલ્ટશરના સેલ્સબરી સિટી સેન્ટરની બહાર બેભાન અવસ્થામાં મળ્યા. તેઓને ઝેર આપ્યું હોવાની પુષ્ટી થઇ હતી. એપ્રિલમાં યુલિયાને અને મે મહિનામાં સર્ગેઇને હોસ્પિટલમાંથી રજા મળી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




