રસ્તો પહોળો કરવા માટે પાટનગરમાં ૮૦૦૦ વૃક્ષોનો ભોગ લેવાશે..!!

0
66

ગાંધીનગર,
તા.૩/૪/૨૦૧૮

પર્યાવરણ રક્ષકો અને સ્થાનિકોમાં રોષ

ગાંધીનગર તરફ જવાના રસ્તાઓમાં છ-૦થી જ-૭ સુધી બન્ને બાજુ ઘટાદાર વૃક્ષો જાવા મળે છે. આ જ રસ્તાઓ પર ગવર્નર, મુખ્યમંત્રી અને અન્ય મોટી હસ્તીઓના નિવાસ્થાન આવેલા છે. ગાંધીનગરનો આ રસ્તો સૌથી વધુ હરિયાળી ધરાવતો રસ્તો છે પરંતુ હવે આ રસ્તાની હરિયાળી લાંબા સમય સુધી નહીં રહી. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા આ ૭ કિલોમીટરના પટ્ટાને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી પર્યાવરણ રક્ષકો અને સ્થાનિકોમાં રોષ જાવા મળ્યો છે.

NHAIના આ નિર્ણય અંગે અહીંના લોકોએ દાવો કર્યો કે આ રસ્તા પર આવેલા મોટા ભાગના વૃક્ષો ૭૦ વર્ષથી પણ જૂના છે. ઉપાંત આ રોડ પર ટ્રાફિક પણ એટલો મર્યાદિત હોય છે કે રસ્તા પહોળા કરવાની કોઇ જરુર જ નથી. એક્ટવિસ્ટ્‌સનું કહેવું છે કે આ વિસ્તારમાં મંત્રીઓના નિવાસસ્થાન હોવાને કારણે ઘણી વાર VIP મૂવમેન્ટ માટે રસ્તા બ્લોક કરવામાં આવે છે. તે સિવાય અહીં ટ્રાફિક ઘણો ઓછો જાવા મળે છે. તેમનું કહેવું છે કે રસ્તા પહોળા કરવા માટે લગભગ ૮૦૦૦ જેટલા ઝાડ કાપવામાં આવે તેવી શક્યતા છે.

રાજકીય નેતાઓના નિવાસસ્થાન સિવાય અહીં ઈન્દ્રોડા નેચર પાર્ક, સર્કિટ હાઉસ અને અક્ષરધામ મંદિર જેવા અન્ય લેન્ડમાર્ક પણ છે. ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અતુલ અમીન જણાવ્યું કે રસ્તા પહોળા કરવાના પ્લાન બાબતે અમારી NHAI સાથે સ્પષ્ટ વાતચીત નથી થઈ. છ-૦ થી જ-૭ સુધીનો રોડ પ્રોટેક્ટેડ એરિયામાં આવે છે.

ત્યારે બીજી બાજુ NHAIનું કહેવું છે કે પ્રોજેક્ટનું કામ શરુ થઈ ગયું છે. NHAIના ચીફ એન્જનિયર અને એડિશનલ સેક્રેટરી પી.આર.પટેલિયા કહ્યું કે આ પ્રોજેક્ટની ટેન્ડરની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે અને એક મહિનામાં કામ શરુ થઈ જશે. આ રુટ પર આવતા વૃક્ષોનો સર્વે જંગલ ખાતા દ્વારા કરવામાં આવશે. અહીં અત્યારના ફોર-લેન રસ્તાને પહોળો કરીને સિક્સ-લેન રસ્તો કરવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY